અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૭
ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદ છે- (૧) એકાંત મિથ્યાત્વ; (ર) સંશય મિથ્યાત્વ; (૩) વિનય મિથ્યાત્વ; (૪) અજ્ઞાન મિથ્યાત્વ; અને (પ) વિપરીત મિથ્યાત્વ. તે દરેકની વ્યાખ્યા નીચે મુજબ છે.
(૧) એકાંત મિથ્યાત્વ–પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય (અનેક ધર્મોવાળું) હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે.
(ર) સંશય મિથ્યાત્વ– આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ વગેરે પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે.
(૩) વિપરીત મિથ્યાત્વ–સગ્રંથને નિર્ગ્રંથ માનવા, મિથ્યાદ્રષ્ટિ સાધુને સાચા ગુરુ માનવા, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માનવું ઇત્યાદિ પ્રકારે ઊંધી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે.
(૪) અજ્ઞાન મિથ્યાત્વ–જ્યાં હિત-અહિતનો કાંઈ પણ વિવેક ન હોય, કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ કે પશુવધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
(પ) વિનય મિથ્યાત્વ– સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે.
૮. ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદોનો વિશેષ ખુલાસો
(૧) એકાંત મિથ્યાત્વ– વસ્તુને સર્વથા અસ્તિરૂપ, સર્વથા નાસ્તિરૂપ, સર્વથા એકરૂપ, સર્વથા અનેકરૂપ, સર્વથા નિત્ય, સર્વથા અનિત્ય, ગુણ-પર્યાયોથી સર્વથા અભિન્ન, ગુણ-પર્યાયોથી સર્વથા ભિન્ન ઇત્યાદિ સ્વરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ છે; વળી, કાળ જ બધું કરે છે, કાળ જ બધાનો નાશ કરે છે, કાળ જ ફળ, ફૂલ વગેરેને ઉપજાવે છે, કાળ જ સંયોગ-વિયોગ કરાવે છે, કાળ જ ધર્મ પમાડે છે- ઇત્યાદિ માન્યતા જુઠ્ઠી છે, તે એકાંત મિથ્યાત્વ છે. દરેક વસ્તુ પોતે પોતાના કારણે પોતાની પર્યાય ધારણ કરે છે, તે જ તે વસ્તુનો સ્વકાળ છે અને તે વખતે વર્તતી કાળદ્રવ્યની પર્યાય (સમય) તે નિમિત્ત છે; આમ સમજવું તે યથાર્થ સમજણ છે અને તે વડે એકાંત મિથ્યાત્વનો નાશ થાય છે.
કોઈ કહે છે કે આત્મા તો અજ્ઞાની છે, આત્મા અનાથ છે; આત્માનાં સુખ-