અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૯
(૩) સંશય મિથ્યાત્વઃ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, તે જ સાચો મોક્ષમાર્ગ હશે કે અન્ય સમસ્ત મતોમાં જુદા જુદા માર્ગ પ્રરુપ્યા છે તે માર્ગ સાચો હશે? તેમના વચનમાં પરસ્પર વિરુદ્ધતા છે અને કોઈ પ્રત્યક્ષ જાણવાવાળા સર્વજ્ઞ નથી, શાસ્ત્રો પરસ્પર એક બીજાને મળતાં નથી તેથી કોઈ નિશ્ચયનિર્ણય થઈ શકતો નથી, -ઇત્યાદિ પ્રકારનો અભિપ્રાય તે સંશય મિથ્યાત્વ છે.
(૪) વિનય મિથ્યાત્વઃ– ૧-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-સંયમ-ધ્યાનાદિ વગર માત્ર ગુરુ પૂજનાદિક વિનયથી જ મુક્તિ થશે એમ માનવું તે, ર-સર્વ દેવ, સર્વ શાસ્ત્ર, સમસ્ત મત તથા સમસ્ત વેષધારકો સમાન માનીને તે બધાયનો વિનય કરવો તે અને ૩-વિનય માત્રથી જ પોતાનું કલ્યાણ થઈ જશે એમ માનવું તે વિનય મિથ્યાત્વ છે. ૪-સંસારમાં જેટલા દેવો પૂજાય છે અને જેટલા શાસ્ત્રો કે દર્શનો પ્રચલિત છે તે બધાય સુખદાયી છે, તેમનામાં ભેદ નથી, તે બધાયથી મુક્તિ (અર્થાત્ આત્મકલ્યાણની પ્રાપ્તિ) થઈ શકે છે એવી માન્યતા તે વિનય મિથ્યાત્વ છે અને તે માન્યતાવાળા જીવો વૈનયિક મિથ્યાદ્રષ્ટિ છે.
ગુણગ્રહણની અપેક્ષાથી અનેક ધર્મમાં પ્રવૃત્તિ કરવી અર્થાત્ સત્-અસત્નો વિવેક કર્યા વગર સાચા તથા ખોટા બધા ધર્મોને સમાનપણે જાણીને તેનું સેવન કરવું તેમાં અજ્ઞાનની મુખ્યતા નથી. પણ વિનયના અતિરેકની મુખ્યતા છે તેથી તેને વિનય મિથ્યાત્વ કહેવામાં આવે છે.
(પ) અજ્ઞાન મિથ્યાત્વઃ– ૧-સ્વર્ગ, નરક, મુક્તિ કોણે દીઠાં? ર-સ્વર્ગના સમાચાર કોને આવ્યા? બધાં ધર્મશાસ્ત્ર જુઠ્ઠાં છે, કોઈ સાચું જ્ઞાન બતાવી શકતા નથી, ૩-પુણ્ય-પાપ ક્યાં લાગે અથવા પુણ્ય-પાપ કાંઈ છે જ નહિ, ૪-પરલોકને કોણે જાણ્યો? શું પરલોકના સમાચાર-પત્ર કે તાર કોઈને આવ્યા? પ-સ્વર્ગ-નરક તો ઇત્યાદિ બધું કહેવામાત્ર છે, સ્વર્ગ-નરક તો અહીં જ છે; અહીં સુખ ભોગવે તે સ્વર્ગ, દુઃખ ભોગવે તે નરક; ૬-હિંસાને પાપ કહે છે તથા દયાને પુણ્ય કહે છે તે કહેવામાત્ર છે, કોઈ ઠેકાણું હિંસારહિત નથી, સર્વમાં હિંસા છે, ક્યાંય પગ મૂકવાનું ઠેકાણું નથી, જમીન પવિત્ર છે તે પગ મૂકવા આપે છે, ૭- આ ભક્ષ્ય અને આ અભક્ષ્ય-એવા વિચાર પણ નિરર્થક છે, એકેંદ્રિય વૃક્ષ તથા અન્ન વગેરે ભક્ષણ કરવામાં અને માંસભક્ષણ કરવામાં તફાવત નથી, તે બન્નેમાં જીવહિંસા સમાન છે. ૮-જીવને જીવનો જ આહાર ભગવાને બતાવ્યો છે અથવા જગતની બધી વસ્તુઓ ખાવા ભોગવવા માટે જ છે ઇત્યાદિ-આ બધા અભિપ્રાયો અજ્ઞાન મિથ્યાત્વ છે.
૯- ઉપર પ્રમાણે મિથ્યાત્વ સ્વરૂપ જાણીને સર્વ જીવોએ ગૃહીત તથા અગૃહીત