Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 500 of 655
PDF/HTML Page 555 of 710

 

પ૦૦ ] [ મોક્ષશાસ્ત્ર મિથ્યાત્વ છોડવું જોઇએ. સર્વ પ્રકારનાં બંધનું મૂળકારણ મિથ્યાત્વ છે, અને તે જ સૌથી પહેલાં ટળે છે. મિથ્યાત્વ ટળ્‌યા વગર અન્ય બંધના કારણો (અવિરતિ આદિ) પણ ટળતાં નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ.

૧૦. અવિરતિનું સ્વરૂપ

પાંચ ઇંદ્રિયો તથા મનનાં વિષયો અને પાંચ સ્થાવર તથા એક ત્રસની હિંસા એ બાર પ્રકારના ત્યાગરૂપ ભાવ ન થવા તે બાર પ્રકારની અવિરતિ છે.

જેને મિથ્યાત્વ હોય તેને તો અવિરતિ હોય જ છે, પરંતુ મિથ્યાત્વ છૂટી જવા છતાં તે કેટલોક કાળ રહે છે. અવિરતિને અસંયમ પણ કહેવાય છે. સમ્યગ્દર્શન પ્રગટયા પછી દેશચારિત્રના બળ વડે એકદેશવિરતિ થાય તેને અણુવ્રત કહેવાય છે. મિથ્યાત્વ છૂટયા પછી તરત અવિરતિનો પૂર્ણ અભાવ થઈ જાય અને સાચાં મહાવ્રત તથા મુનિદશા પ્રગટ કરે એવા જીવો તો થોડા વિરલા જ હોય છે.

૧૧. પ્રમાદનું સ્વરૂપ

ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોમાં ઉત્સાહ ન રાખવો તેને સર્વજ્ઞદેવે પ્રમાદ કહ્યો છે. જેને મિથ્યાત્વ અને અવિરતિ હોય તેને તો પ્રમાદ હોય જ છે. પરંતુ મિથ્યાત્વ અને અવિરતિ ટળ્‌યા પછી પ્રમાદ તરત ટળી જ જાય એવો નિયમ નથી, તેથી સૂત્રમાં અવિરતિ પછી પ્રમાદ કહ્યો છે, તે અવિરતિથી જુદો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા પ્રગટ કરે એવા જીવો વિરલા જ હોય છે.

૧૨. કષાયનું સ્વરૂપ

કષાયના ૨પ પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ; તે દરેકના અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર- એ રીત ૧૬ તથા હાસ્યાદિક ૯ નોકષાય; એ બધા કષાય છે, અને તે બધામાં આત્મહિંસા કરવાનું સામર્થ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણે અથવા અવિરતિ અને પ્રમાદ એ બે અથવા તો પ્રમાદ જ્યાં હોય ત્યાં તો કષાય અવશ્ય હોઈ જ છે, પણ એ ત્રણે ટળી જવા છતાં પણ કષાય હોય શકે છે.

૧૩. યોગનું સ્વરૂપ

યોગનું સ્વરૂપ છઠ્ઠા અધ્યાયના પહેલા સૂત્રની ટીકામાં આવી ગયું છે. (જુઓ, પા. ૩૯૩) મિથ્યાદ્રષ્ટિથી ઠેઠ તેરમા ગુણસ્થાન સુધી યોગ રહે છે. ૧૧, ૧૨, ને ૧૩ મા ગુણસ્થાનને મિથ્યાત્વાદિ ચારનો અભાવ થવા છતાં યોગનો સદ્ભાવ રહે છે.

કેવળજ્ઞાની ગમનાદિ ક્રિયારહિત થયા હોય તોપણ તેમને ઘણો યોગ છે અને