અ. ૮ સૂત્ર ૧ ] [ પ૦૧ બેઇંદ્રિયાદિ જીવો ગમનાદિ ક્રિયા કરે છે તોપણ તેમને અલ્પ યોગ હોય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે યોગ તે બંધનું ગૌણકારણ છે, તે તો પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ છે. બંધનું મુખ્ય કારણ તો મિથ્યાત્વ, અવિરીત, પ્રમાદ અને કષાય છે અને તે ચારમાં પણ સર્વોત્કૃષ્ટ કારણ તો મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતિ આદિ બંધનાં કારણો ટળે જ નહિ-એ અબાધિત સિદ્ધાંત છે.
મિથ્યાદ્રષ્ટિ (ગુણસ્થાન-૧) ને પાંચે બંધ હોય છે, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ અને અસંયત સમ્યગ્દ્રષ્ટિ (ગુણસ્થાન ર-૩-૪) ને મિથ્યાત્વ સિવાયના અવિરતિ આદિ ચારે બંધ હોય છે, દેશસંયમી (ગુણસ્થાન-પ) ને અંશે અવિરતિ તથા પ્રમાદાદિ ત્રણે બંધ હોય છે, પ્રમત્ત સંયમી (ગુણસ્થાન-૬) ને મિથ્યાત્વ અને અવિરતિ સિવાયના પ્રમાદાદિ ત્રણ બંધ હોય છે, અપ્રમત્ત સંયમીને (ગુણસ્થાન ૭ થી ૧૦ સુધી) કષાય અને યોગ એ બે જ બંધ હોય છે. ૧૧-૧૨ ને ૧૩ મા ગુણસ્થાને એક માત્ર યોગનો સદ્ભાવ છે અને ચૌદમા ગુણસ્થાને એકે પ્રકારનો બંધ નથી; તે અબંધ છે અને ત્યાં સંપૂર્ણ સંવર છે.
પ્રશ્નઃ– જીવને સૌથી મહાન પાપ કયું? ઉત્તરઃ– મિથ્યાત્વ એક જ. મિથ્યાત્વ હોય ત્યાં અન્ય સર્વે પાપોનો સદ્ભાવ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી.
આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વ ટાળતાં તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમ જ એકતાલીસ પ્રકૃતિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીના કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરની રહી જાય છે, અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અભાવ કર્યા સિવાય અન્ય અનેક ઉપાય કરવા છતાં મોક્ષ કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારથી ઉધમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો યોગ્ય છે. ।। ૧।।
અર્થઃ– [जीवः सकषायत्वात्] જીવ કષાય સહિત હોવાથી [कर्मणः योग्यान्]