Moksha Shastra (Gujarati). Sutra: 15-21 (Chapter 8).

< Previous Page   Next Page >


Page 513 of 655
PDF/HTML Page 568 of 710

 

અ. ૮ સૂત્ર ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧ ] [ પ૧૩

નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
विंशतिर्नामगोत्रयोः।। १६।।
અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [विंशतिः] વીસ

ક્રોડાક્રોડી સાગરોપમ છે. ।। ૧૬।।

આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।। १७।।
અર્થઃ– [आयुषः] આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [त्रयस्त्रिंशत् सागरोपमाणि]

તેત્રીસ સાગરોપમ છે. ।। ૧૭।।

વેદનીયકર્મની જઘન્યસ્થિતિ
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य।। १८।।
અર્થઃ– [वेदनीयस्य अपरा] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [द्वादशमुहूर्ता] બાર

મુહૂર્ત છે. ।। ૧૮।।

નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ
नामगोत्रयोरष्टौ।। १९।।
અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [अष्ठौ] આઠ

મુહૂર્તની છે. ।। ૧૯।।

બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ
शेषाणामंतर्मुहूर्ता।। २०।।
અર્થઃ– [शेषाणाम्] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય,

અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [अंतर्मुहूर्ता] અંતર્મુહૂર્ત છે.

સ્થિતિબંધના પેટાભેદનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૦।।
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે (અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) -
અનુભવબંધનું લક્ષણ
विपाकोऽनुभवः।। २१।।
અર્થઃ– [विपाकः] વિવિધ પ્રકારનો પાક [अनुभवः] તે અનુભવ છે.