પ૧૪ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે; તેનો અર્થ એટલો છે કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.
(ર) આ સૂત્ર પુદ્ગલકર્મના વિપાક-અનુભવને સૂચવનારું છે. બંધ થતી વખતે જીવનો જેવો વિકારીભાવ હોય તેને અનુસરીને પુદ્ગલકર્મ માં અનુભાગ બંધ થાય છે અને તે ઉદયમાં આવે ત્યારે કર્મનો વિપાક, અનુભાગ કે અનુભવ થયો- એમ કહેવાય છે.।। ૨૧।।
અર્થઃ– [सः] તે અનુભાગબંધ [यथानाम] કર્મોના નામ પ્રમાણે જ થાય છે.
જે કર્મનું જે નામ છે તે કર્મમાં તેનો જ અનુભાગબંધ પડે છે. જેમ કે- જ્ઞાનાવરણકર્મમાં ‘જ્ઞાન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય’ એવો અનુભાગ હોય છે; દર્શનાવરણકર્મમાં ‘દર્શન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય’ એવો અનુભાગ હોય છે.।। ૨૨।।
અર્થઃ– [ततः च] તીવ્ર, મધ્યમ કે મંદફળ (અનુભાગ) આપ્યા પછી [निर्जरा] તે કર્મોની નિર્જરા થઈ જાય છે અર્થાત્ ઉદયમાં આવ્યા પછી કર્મ આત્માથી જુદાં થઈ જાય છે.
૧. આઠે કર્મો ઉદય થયા પછી નિર્જરી જાય છે; તેમાં કર્મની નિર્જરાના બે ભેદ છે-સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા.
(૧) સવિપાક નિર્જરા– આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ