Moksha Shastra (Gujarati). Sutra: 24 (Chapter 8).

< Previous Page   Next Page >


Page 515 of 655
PDF/HTML Page 570 of 710

 

અ. ૮ સૂત્ર ૨૪ ] [ પ૧પ

(ર) અવિપાક નિર્જરા– ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના
પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઈ ગયાં તે અવિપાક નિર્જરા
છે. તેને સકામનિર્જરા પણ કહેવાય છે.

ર. નિર્જરાના બે ભેદ બીજી રીતે પણ પડે છે તેનું વર્ણન-

(૧) અકામનિર્જરા– તેમાં બાહ્ય નિમિત્ત તો ઇચ્છા રહિત ભૂખ-તૃષા
સહન કરવી એ છે અને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો
પાપની નિર્જરા થાય અને દેવાદિ પુણ્યનો બંધ થાય- તેને
અકામનિર્જરા કહે છે.

જે અકામનિર્જરાથી જીવની ગતિ કંઈક ઊંચી થાય છે તે પ્રતિકૂળ સંયોગો વખતે જીવ મંદકષાય કરે છે તેથી થાય છે, પણ કર્મો જીવને ઊંચી ગતિમાં લઈ જતાં નથી.

(ર) સકામનિર્જરા–તેની વ્યાખ્યા ઉપર આવી ગઈ છે. ૩. આ સૂત્રમાં શબ્દ છે તે નવમા અધ્યાયના ત્રીજા સૂત્ર [तपसा निर्जरा च] સાથે સંબંધ ધરાવે છે.

અનુભાગબંધનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૩।।

હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે-

પ્રદેશબંધનું સ્વરૂપ
नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाहस्थिताः
सर्वात्मप्रदेशेष्वनंतानंतप्रदेशाः।। २४।।

અર્થઃ– [नाम प्रत्ययाः] જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓનું કારણ, [सर्वतो] સર્વ તરફથી અર્થાત્ સમસ્ત ભવોમાં, [योगविशेषात्] યોગ વિશેષથી, [सूक्ष्म एकक्षेत्रावगाहस्थिताः] સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાહરૂપ સ્થિત [सर्वात्मप्रदेशेषु] અને સર્વ આત્મપ્રદેશોએ [अनंतानंतप्रदेशाः] જે કર્મપુદ્ગલના અનંતાનંત પ્રદેશો (પરમાણુઓ) છે તે પ્રદેશબંધ છે.

નીચેની છ બાબતો આ સૂત્રમાં જણાવી છે- (૧) સર્વ કર્મના જ્ઞાનાવરણાદિ મૂળપ્રકૃતિરૂપ, ઉત્તરપ્રકૃતિરૂપ અને ઉત્તરોત્તરપ્રકૃતિરૂપ થવાનું કારણ કાર્મણવર્ગણા છે.