પ૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः।। २।।
બાર અનુપ્રેક્ષા, [परीषहजय चारित्रैः] બાવીસ પરિષહજય અને પાંચ ચારિત્ર એ છ કારણોથી [सः] તે સંવર થાય છે.
૧. જે જીવને સમ્યગ્દર્શન હોય તેને જ સંવરના આ છ કારણો હોય છે; મિથ્યાદ્રષ્ટિને આ છ કારણોમાંથી એક પણ સાચું હોતું નથી. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને તેમજ સાધુને આ છ એ કારણો યથાસંભવ હોય છે (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૦૩, ટીકા) સંવરના આ છ કારણોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર સંવરનું સ્વરૂપ સમજવામાં પણ જીવની ભૂલ થયા વગર રહે નહિ. માટે આ છ કારણોનું યથાર્થસ્વરૂપ સમજવું જોઈએ.
(૧) મન-વચન-કાયાની ચેષ્ટા મટે, પાપચિંતવન ન કરે, મૌન ધારે તથા ગમનાદિ ન કરે તેને કેટલાક જીવો ગુપ્તિ માને છે; પણ તે ગુપ્તિ નથી; કેમ કે જીવને મનમાં ભક્તિ વગેરે પ્રશસ્તરાગાદિના ઘણા પ્રકારના વિકલ્પો થાય છે અને વચન- કાયાની ચેષ્ટા રોકવાનો ભાવ તે તો શુભપ્રવૃત્તિ છે; પ્રવૃત્તિમાં ગુપ્તિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-કાયાની ચેષ્ટા થાય નહિ ત્યાં સાચી ગુપ્તિ છે. ખરી રીતે ગુપ્તિનો એક જ પ્રકાર છે અને તે વીતરાગભાવરૂપ છે. ગુપ્તિના ત્રણ પ્રકાર નિમિત્તની અપેક્ષાએ કહ્યા છે. મન-વચન-કાયા એ તો પરદ્રવ્ય છે, તેની કોઈ ક્રિયા બંધનું કે અબંધપણાનું કારણ નથી. વીતરાગભાવ થતાં જેટલે અંશે મન- વચન-કાયા તરફ જીવ જોડાતો નથી તેટલે અંશે નિશ્ચયગુપ્તિ છે, અને તે જ સંવરનું કારણ છે.
(ર) નયોના રાગને છોડી, જે જીવો પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે જીવોને ગુપ્તિ હોય છે. તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે અને તેઓ સાક્ષાત્ અમૃતરસ પીએ છે. આ સ્વરૂપગુપ્તિની શુદ્ધક્રિયા છે. જેટલા અંશે વીતરાગદશા થઈને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે તેટલા અંશે ગુપ્તિ છે; તે દશામાં ક્ષોભ મટે છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે (જુઓ, શ્રી સમયસાર કલશ ૬૯, પા. ૧૭પ).
(૩) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પૂર્વક લૌકિક વાંછારહિત થઈને યોગોનો યથાર્થ નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. યોગોના નિમિત્તથી આવનારા કર્મોનું આવવું