અ. ૯ સૂત્ર ૨] [ પ૩૧ બંધ પડી જવું તે સંવર છે (જુઓ, તત્ત્વાર્થસાર અ. ૬, ગાથા પ, પા. ૩૪૦).
(૪) આ અધ્યાયના ચોથા સૂત્રમાં ગુપ્તિનું લક્ષણ કહ્યું છે. તેમાં જણાવ્યું છે કે ‘સમ્યક્ યોગનિગ્રહ’ તે ગુપ્તિ છે. આમાં સમ્યક્ શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શન વગર યોગોનો યથાર્થ નિગ્રહ હોતો નથી એટલે કે સમ્યગ્દર્શનપૂર્વક જ યોગોનો નિગ્રહ હોઈ શકે છે.
(પ) પ્રશ્નઃ– યોગ ચૌદમાં ગુણસ્થાને અટકે છે; તેરમા ગુણસ્થાન સુધી તો તે હોય છે; તો પછી નીચલી ભૂમિકાવાળાને ‘યોગનો નિગ્રહ’ (ગુપ્તિ) ક્યાંથી થાય?
ઉત્તરઃ– મન-વચન-કાયા તરફ આત્માનો ઉપયોગ જેટલો ન જોડાય તેટલો યોગનો નિગ્રહ થયો કહેવાય છે. અહીં યોગ શબ્દનો અર્થ ‘પ્રદેશોનું કંપન’ એમ સમજવાનો નથી. પ્રદેશોના કંપનનો નિગ્રહ થાય તેને ગુપ્તિ કહેવામાં આવતી નથી પણ તેને તો અકંપપણું કે અયોગપણું કહેવામાં આવે છે, તે ચૌદમા ગુણસ્થાને પ્રગટે છે. અને ગુપ્તિ તો કેટલેક અંશે ચોથે ગુણસ્થાને પણ હોય છે.
(૬) ખરેખર આત્માનું સ્વરૂપ (નિજરૂપ) જ પરમ ગુપ્તિ છે, તેથી આત્મા જેટલે અંશે પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર રહે તેટલે અંશે ગુપ્તિ છે. (જુઓ શ્રી સમયસાર કળશ ૧પ૮, પા. ર૯૧) .
૩. આત્માનો વીતરાગભાવ એકરૂપ છે અને નિમિત્ત અપેક્ષાએ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર એવા જુદા જુદા ભેદો પાડીને સમજાવવામાં આવે છે; તે ભેદો દ્વારા પણ અભેદતા બતાવી છે. સ્વરૂપની અભેદતા તે સંવર-નિર્જરાનું કારણ છે.
૪. ગુપ્તિ, સમિતિ વગેરેના સ્વરૂપનું વર્ણન ચોથા સૂત્રથી શરુ કરીને ક્રમે ક્રમે કહેવામાં આવશે. ।। ૨।।
અર્થઃ– [तपसा] તપથી [निर्जरा च] સંવર અને નિર્જરા પણ થાય છે.
૧. દશ પ્રકારના ધર્મમાં તપનો સમાવેશ થઈ જાય છે, તોપણ તેને અહીં જુદું કહેવાનું કારણ એ છે કે, તે સંવર અને નિર્જરા બન્નેનું કારણ છે; અને તેમાં સંવરનું તે પ્રધાન કારણ છે.