Moksha Shastra (Gujarati). Sutra: 7 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 540 of 655
PDF/HTML Page 595 of 710

 

અ. ૯ સૂત્ર ૬ ] [ પ૪૧ શુભપરિણામ રાખે અને તેને વીતરાગની આજ્ઞા માને તે પણ સાચી ક્ષમા નથી; કારણ કે તે પરાધીન ક્ષમા છે, તે ધર્મ નથી.

(પ) ‘સાચી ક્ષમા’ અર્થાત્ ‘ઉત્તમ ક્ષમા’ નું સ્વરૂપ એ છે કે, આત્મા અવિનાશી, અબંધ, નિર્મળ જ્ઞાયક જ છે, મારી વર્તમાન દશામાં ભૂલને કારણે શુભાશુભ ભાવ થાય છે તેનું કર્તાપણું છોડી શુદ્ધનયદ્વારા પોતે જેવો છે તેવો પોતાને જાણીને, માનીને તેમાં ઠરવું તે વીતરાગની આજ્ઞા છે અને તે ધર્મ છે. આ પાંચમી ક્ષમા તે ક્રોધમાં નહિ નમવું, ક્રોધનો પણ જ્ઞાતા એવો સહજ અકષાય ક્ષમાસ્વરૂપ છે. નિજસ્વભાવમાં, શુદ્ધસ્વરૂપમાં રહેવું તે ઉત્તમ ક્ષમા છે. ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે’ એમ કહેવાય છે ત્યાં આ જ ક્ષમા સમજવી. પદાર્થ ઇષ્ટાનિષ્ટ ભાસતાં કોધાદિ થાય છે જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે જ્ઞાતાસ્વભાવમાં ધૈર્ય-સાવધાન રહેવાથી સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે.

નોંધઃ– અહીં જેમ ક્ષમાના પાંચ પ્રકાર જણાવ્યા તથા તેમાં પાંચમા પ્રકારને ઉત્તમક્ષમાધર્મ જણાવ્યો, તે જ પ્રમાણે માર્દવ, આર્જવાદિ સર્વ બોલોમાં એ પાંચ પ્રકાર સમજવા અને તે દરેકમાં પાંચમો પ્રકાર ધર્મ છે એમ સમજવું.

૬. ક્ષમાના શુભ વિકલ્પનો હું કર્તા નથી એમ સમજીને રાગ-દ્વેષથી છૂટી સ્વરૂપની સાવધાની કરવી તે સ્વની ક્ષમા છે. ‘ક્ષમા કરવી, સરળતા રાખવી’ એમ નિમિત્તની ભાષામાં બોલાય તથા લખાય, પણ તેનો અર્થ એમ સમજવો કે-શુભ કે શુદ્ધપરિણામ કરવાના વિકલ્પ કરવા તે પણ નિત્ય સહજ સ્વભાવનો ક્ષમાગુણ નથી. ‘હું સરળતા રાખું, ક્ષમા કરું’ -એમ ભંગરૂપ વિકલ્પ તે રાગ છે, તે નિત્ય જ્ઞાયકતત્ત્વને ગુણ કરતો નથી; કેમ કે તે પુણ્ય પરિણામ પણ બંધભાવ છે; તેનાથી અબંધ અરાગી તત્ત્વને ગુણ થાય નહિ. ।। ।।

બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ત્રણ કારણોનું વર્ણન પૂરું થયું. હવે ચોથું કારણ બાર અનુપ્રેક્ષા છે. તેનું વર્ણન કરે છે.

બાર અનુપ્રેક્ષા
अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्त्रवसंवरनिर्जरालोकबोधि–

दुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः।। ७।।

અર્થઃ– [अनित्य अशरण संसार एकत्व अन्यत्व] અનિત્ય, અશરણ, સંસાર,