પ૪૨ ] [ મોક્ષશાસ્ત્ર એકત્વ, અન્યત્વ, [अशुचि आस्रव संवर निर्जरा] અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, [लोक बोधिदुर्लभ धर्म] લોક, બોધિદુર્લભ અને ધર્મ [स्वाख्यातत्त्वानुचितनं अनुप्रेक्षाः] - એ બારના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે.
૧. અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી-હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા છે એમ કેટલાક માને છે, પણ તે યથાર્થ નથી; એ તો, જેમ પહેલાં કોઈ મિત્ર હોત ત્યારે તેનો પ્રત્યે રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ ઉદાસીન થયો તેમ પહેલાં શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યપણું વગેરે અવગુણ દેખીને ઉદાસીન થયો, તેની એ ઉદાસીનતા દ્વેષરૂપ છે, તે સાચી અનુપ્રેક્ષા નથી.
પ્રશ્નઃ– તો સાચી અનુપ્રેક્ષાનું સ્વરૂપ શું છે? ઉત્તરઃ– જેવો પોતાનો અને શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખીને ભ્રમ છોડવો અને તે શરીરાદિકને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો; આવી સાચી ઉદાસીનતા અર્થે અનિત્યત્વ વગેરેનું યથાર્થ ચિંતવન કરવું તે જ સાચી અનુપ્રેક્ષા છે. તેમાં જેટલી વીતરાગતા વધે છે તેટલો સંવર છે અને જે રાગ રહે છે તે બંધનું કારણ છે. આ અનુપ્રેક્ષા સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે કેમ કે અહીં સમ્યક્અનુપ્રેક્ષા જણાવી છે. અનુપ્રેક્ષાનો અર્થ (અનુ+પ્રેક્ષા) આત્માને અનુસરીને તેને જોવો-એમ થાય છે.
૨. જેમ અગ્નિથી તપાવવામાં આવતાં લોઢાનો પિંડ તન્મય (-અગ્નિમય) થઈ જાય છે, તેમ જ્યારે આત્મા ક્ષમાદિકમાં તન્મય થઈ જાય છે ત્યારે ક્રોધાદિક ઉત્પન્ન થતા નથી. તે સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અનિત્ય વગેરે બાર ભાવનાઓનું વારંવાર ચિંતવન કરવાની જરૂરીયાત છે. તે બાર ભાવનાઓ આચાર્યદેવે આ સૂત્રમાં જણાવી છે.
(૧) અનિત્ય અનુપ્રેક્ષા– સંવરના દ્રશ્યમાન, સંયોગી એવા શરીરાદિ સમસ્ત પદાર્થો ઇન્દ્ર-ધનુષ, વીજળી અથવા પરપોટા સમાન શીઘ્ર નાશ થઈ જાય તેવા છે; એવો વિચાર કરવો તે અનિત્ય અનુપ્રેક્ષા છે.
શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ દેવ, અસુર, અને મનુષ્યના વૈભવાદિથી