Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 557 of 655
PDF/HTML Page 612 of 710

 

પપ૮] [ મોક્ષશાસ્ત્ર ૧૦. મૃત્યુ, ૧૧. પરસેવો, ૧૨. ખેદ, ૧૩. મદ, ૧૪. રતિ, ૧પ. આશ્ચર્ય, ૧૬. નિદ્રા, ૧૭. જન્મ, ૧૮. આકુળતા. આ કથન નિશ્ચયનયનું છે અર્થાત્ તે યથાર્થ સ્વરૂપ છે. ૪. કેવળી ભગવાનને આહાર ન હોય તે સંબંધી કેટલાક ખુલાસા

(૧) આ સૂત્રમાં કહેલા પરિષહોની વેદના ભગવાનને ખરેખર થાય છે એમ માનવામાં આવે તો ઘણા દોષો આવે છે. જો ક્ષુધાદિક દોષ હોય તો આકુળતા થાય, અને આકુળતા હોય તો પછી ભગવાનને અનંત સુખ કેમ બને? અહીં જો કોઈ એમ કહે કે, શરીરમાં ભૂખ લાગે છે, તેથી આહાર લે છે પણ આત્મા તદ્રૂપ થતો નથી. તો તેનો ખુલાસો એમ છે કે, જો આત્મા તદ્રૂપ થતો નથી તો ક્ષુધાદિક મટવાના ઉપાયરૂપ આહારાદિનું ગ્રહણ કર્યું એમ શા માટે કહો છો? જો ક્ષુધાકિ વડે પીડિત થાય તો જ આહાર ગ્રહણ કરે. વળી જો એમ માનવામાં આવે કે-જેમ કર્મોદયથી વિહાર થાય છે તેમ આહાર ગ્રહણ પણ થાય છે, તો તે પણ બરાબર નથી, કેમ કે વિહાર તો વિહાયોગતિ નામના નામકર્મના ઉદયથી થાય છે, તથા તે પીડાનું કારણ નથી અને ઇચ્છા વિના પણ કોઈ જીવને થતો જોવામાં આવે છે; પરંતુ આહાર ગ્રહણ તો પ્રકૃતિના ઉદયથી નથી પણ ક્ષુધા વડે પીડિત થાય ત્યારે જ જીવ તે ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પે્રરવાનો ભાવ કરે ત્યારે જ આહારનું ગળી જવું થાય છે, માટે વિહારવત આહાર સંભવતો નથી. અર્થાત્ કેવળી ભગવાનને વિહાર તો સંભવે છે પણ આહાર સંભવતો નથી.

(ર) જો એમ કહેવામાં આવે કે-કેવળી ભગવાનને સાતાવેદનીય કર્મના ઉદયથી આહારનું ગ્રહણ થાય છે તો એમ પણ બનતું નથી, કારણ કે જીવ ક્ષુધાદિ વડે પીડિત હોય અને આહારાદિક ગ્રહણથી સુખ માને તેને આહારાદિ સાતાના ઉદયથી થયા કહી શકાય, સાતાવેદનીયના ઉદયથી આહારાદિનું ગ્રહણ સ્વયં તો થતું નથી, કેમ કે જો તેમ હોય તો દેવોને તો સાતાવેદનીયનો મુખ્ય ઉદય વર્તે છે છતાં તેઓ નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિ કરે છે, તેમને સાતાનો ઉદય પણ હોય છે છતાં આહારનું ગ્રહણ નથી અને નિરંતર ભોજન કરવાવાળાને પણ અસાતાનો ઉદય સંભવે છે. માટે કેવળી ભગવાનને ઇચ્છા વગર પણ જેમ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે તેમ ઇચ્છા વગર કેવળ સાતાવેદનીયકર્મના ઉદયથી જ આહારગ્રહણ સંભવતું નથી.

(૩) વળી કોઈ એમ કહે કે-સિદ્ધાંતમાં કેવળીને ક્ષુધાદિક અગીયાર પરિષહ કહ્યા