Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 568 of 655
PDF/HTML Page 623 of 710

 

અ. ૯ સૂત્ર ૧૮ ભૂમિકા ] [ પ૬૯

જે આર્ત્ત અને રૌદ્રધ્યાનને ટાળે છે, તેને ખરું સામાયિક વ્રત થાય છે. (ગાથા. ૧૨૯).

જે પુણ્ય અને પાપ એ બન્ને ભાવોને નિત્ય છોડે છે તેને ખરી સામાયિક હોય છે. (ગાથા. ૧૩૦).

જે જીવ નિત્યધર્મધ્યાન તથા શુક્લધ્યાનને ધ્યાવે છે તેને ખરી સામાયિક હોય છે (ગાથા ૧૩૩).

સામાયિક ચારિત્રને. પરમ સમાધિ પણ કહેવામાં આવે છે. ૭. પ્રશ્નઃ– આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં સંવરના કારણ તરીકે જે દસ પ્રકારના ધર્મ કહ્યા છે તેમાં સંયમ આવી જાય છે અને સંયમ તે જ ચારિત્ર છે, છતાં અહીં ફરીથી ચારિત્રને સંવરના કારણ તરીકે કેમ કહ્યું?

ઉત્તરઃ– જો કે સંયમધર્મમાં ચારિત્ર આવી જાય છે તોપણ આ સૂત્રમાં ચારિત્રનું કથન નિરર્થક નથી. ચારિત્ર તે મોક્ષપ્રાપ્તિનું સાક્ષાત્ કારણ છે એમ જણાવવા માટે અહીં અંતમાં ચારિત્રનું કથન કર્યું છે. ચૌદમા ગુણસ્થાનને અંતે ચારિત્રની પૂર્ણતા થતાં જ મોક્ષ થાય છે તેથી મોક્ષપ્રાપ્તિ માટે ચારિત્ર સાક્ષાત્ હેતુ છે-એવું જ્ઞાન કરાવવા માટે આ સૂત્રમાં તે જુદું જણાવ્યું છે.

૮. વ્રત અને ચારિત્ર વચ્ચે તફાવત.

શુભ-અશુભની નિવૃત્તિ તે સંવર છે, અને આસ્રવ અધિકારમાં (અ. ૭. સૂ. ૧ માં) હિંસા, અનૃત, અદત્તાદાન વગેરેના ત્યાગથી અહિંસા, સત્ય, દત્તાદાન વગેરે ક્રિયામાં શુભ પ્રવૃત્તિ છે તેથી (ત્યાં અવ્રતોની જેમ વ્રતોમાં) પણ કર્મોનો પ્રવાહ ચાલે છે, પણ તે વ્રતોથી કર્મોની નિવૃત્તિ થતી નથી. એ અપેક્ષા લક્ષમાં રાખીને ગુપ્તિ વગેરે સંવરનો પરિવાર કહ્યો છે. જેટલી આત્માના સ્વરૂપમાં અભેદતા થાય છે તેટલો સંવર છે. શુભાશુભભાવનો ત્યાગ તે નિશ્ચય વ્રત અથવા વીતરાગ ચારિત્ર છે. જે શુભભાવરૂપ વ્રત છે તે વ્યવહારચારિત્રરૂપ રાગ છે અને તે સંવરનું કારણ નથી. (જુઓ, શ્રી સર્વાર્થસિદ્ધિ, અધ્યાય ૭, પા. પ થી ૭)।। ૧૮।।

બીજા સૂત્રમાં કહેલાં સંવરનાં છ કારણોનું વર્ણન અહીં પૂરું થયું. એ રીતે સંવરતત્ત્વનું વર્ણન પૂરું થયું. હવે નિર્જરા તત્ત્વનું વર્ણન કરે છે.

નિર્જરાતત્ત્વનું વર્ણન
ભૂમિકા

૧. પહેલાં અઢાર સૂત્રોમાં સંવરતત્ત્વનું વર્ણન કર્યું; હવે ઓગણીસમા સૂત્રથી