પ૭૦ ] [ મોક્ષશાસ્ત્ર નિર્જરાતત્ત્વનું વર્ણન શરૂ થાય છે. જેને સંવર થાય તેને નિર્જરા થાય. પ્રથમ સંવર તો સમ્યગ્દર્શન છે, તેથી જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને જ સંવર-નિર્જરા થઈ શકે. મિથ્યાદ્રષ્ટિને સંવર-નિર્જરા હોય નહિ.
૨. અહીં નિર્જરાતત્ત્વનું વર્ણન કરવું છે અને નિર્જરાનું કારણ તપ છે (જુઓ, અધ્યાય ૯. સૂત્ર ૩) તેથી તપનું અને તેના ભેદોનું વર્ણન કર્યું છે. તપની વ્યાખ્યા ૧૯ મા સૂત્રની ટીકામાં આપી છે અને ધ્યાનની વ્યાખ્યા ર૭મા સૂત્રમાં આપી છે.
(૧) કેટલાક જીવો અનશનાદિ તપથી નિર્જરા માને છે પણ તેતો બાહ્યતપ છે. હવે પછીનાં સૂત્ર ૧૯-૨૦માં બાર પ્રકારનાં તપ કહ્યાં છે તે બધાં બાહ્યતપ છે, પણ તેઓ એક બીજાની અપેક્ષાએ બાહ્ય અભ્યંતર છે; તેથી તેનાં બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ કહ્યાં છે. કેવળ બાહ્ય તપ કરવાથી નિર્જરા થાય નહિ. જો ઘણા ઉપવાસાદિ કરવાથી ઘણી નિર્જરા થાય અને થોડા કરવાથી થોડી થાય એમ હોય તો નિર્જરાનું કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ તેવો નિયમ નથી. ઇચ્છાનો નિરોધ તે તપ છે; તેથી સ્વાનુભવની એકાગ્રતા વધતાં શુભાશુભ ઇચ્છા ટળે છે, તેને તપ કહેવાય છે.
(૨) અહીં અનશનાદિકને તથા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે તેનું કારણ એ છે કે-જો જીવ અનશનાદિ તથા પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તે અને રાગને ટાળે તો વીતરાગભાવરૂપ સત્ય તપ પોષી શકાય છે, તેથી તે અનશનાદિ તથા પ્રાયશ્ચિત્તાદિને ઉપચારથી તપ કહ્યાં છે. જો કોઈ જીવ વીતરાગભાવરૂપ સત્ય તપને તો ન જાણે અને તે અનશનાદિને જ તપ જાણી સંગ્રહ કરે તો તે સંસારમાં જ ભ્રમણ કરે.
(૩) આટલું ખાસ સમજી લેવું કે-નિશ્ચય ધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારના જે ભેદો કહેવાય છે તે ભેદો બાહ્ય નિમિત્ત અપેક્ષાએ ઉપચારથી કહ્યાં છે, તેને વ્યવહારમાત્ર ધર્મ સંજ્ઞા જાણવી. આ રહસ્યને જે જીવ જાણતો નથી તેને નિર્જરાતત્ત્વની સાચી શ્રદ્ધા નથી.
તપ તે નિર્જરાનું કારણ છે, તેથી તેનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ તપના પ્રકારો કહે છે-
અર્થઃ– [अनशन अवमौदर्य वृत्तिपरिसंखयान] સમ્યક્ પ્રકારે અનશન, સમ્યક્