અ. ૧ સૂત્ર ૧] [પ
પોતાના આત્માની શુદ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય; તેને
અમૃતમાર્ગ, સ્વરૂપમાર્ગ અથવા કલ્યાણમાર્ગ પણ કહેવાય છે.
(ર) આ કથન ‘હકાર’થી છે, તે એમ સૂચવે છે કે આનાથી વિરુદ્ધભાવો જેવાં કે રાગ, પુણ્ય વગેરેથી ધર્મ થાય કે તે ધર્મમાં સહાયરૂપ થાય એવી માન્યતા, જ્ઞાન અને આચરણ તે મોક્ષમાર્ગ નથી.
વ્યવહારરત્નત્રય નથી, તેનું કારણ એ છે કે વ્યવહારરત્નત્રય રાગ હોવાથી બંધરૂપ છે.
(૪) આ સૂત્રમાં મોક્ષમાર્ગ શબ્દ નિશ્ચયમોક્ષમાર્ગ બતાવવા માટે કહેલ છે એમ સમજવું.
(પ) મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે- “નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન- જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મકમાર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે.” (નિયમસાર ગા. રની ટીકા)
આ સૂત્રમાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે એ વાત ત્રીજા સૂત્રથી સિદ્ધ થાય છે, તેમાં જ નિસર્ગજ અને અધિગમજ એવા ભેદ કહ્યા છે તે નિશ્ચયસમ્યગ્દર્શનના જ ભેદ છે. અને આ સૂત્રની સંસ્કૃત ટીકા શ્રી તત્ત્વાર્થ રાજવાર્ત્તિકમાં જે કારિકા તથા વ્યાખ્યા દ્વારા વર્ણન કર્યું છે તે આધારે આ સૂત્ર તથા બીજા સૂત્રમાં કહેલ સમ્યગ્દર્શન છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે એમ સિદ્ધ થાય છે.
તથા આ સૂત્રમાં “જ્ઞાન” કહ્યું છે તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન છે. અધ્યાય ૧ સૂત્ર ૬માં તેના જ પાંચ ભેદ કહ્યા છે, તેમાં જ મનઃપર્યય અને કેવળજ્ઞાન પણ આવી જાય છે. તેથી સિદ્ધ થાય કે અહીં નિશ્ચયસમ્યગ્જ્ઞાન કહ્યું છે. પછી આ સૂત્રમાં “ચારિત્રાણિ” શબ્દ નિશ્ચય સમ્યકચારિત્ર બતાવવા માટે કહેલ છે. શ્રી તત્ત્વાર્થ રાજવાર્ત્તિકમાં આ સૂત્રકથિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર માનેલ છે. કેમકે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (વ્યવહારરત્નત્રય) આસ્રવ અને બંધરૂપ છે, તેથી આ સૂત્રનો અર્થ કરવામાં આ ત્રણે આત્માની શુદ્ધપર્યાય એકત્વરૂપ પરિણમેલ છે. આ પ્રકારે શાસ્ત્રકારે જ બતાવ્યું છે એમ સ્પષ્ટ થાય છે.
(૬) અજ્ઞાનદશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે-તેઓને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આ ભ્રમણાને ‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે.