Moksha Shastra (Gujarati). Sutra: 30-34 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 581 of 655
PDF/HTML Page 636 of 710

 

પ૮૨ ] [ મોક્ષશાસ્ત્ર આ જગતમાં બે જ માર્ગ છે- મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ. આ બે સિવાય ત્રીજો કોઈ સાધનીય પદાર્થ નથી, તેથી આ સૂત્ર એમ પણ સ્થાપન કરે છે કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સિવાયના આર્ત્ત અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે. ।। ૨૯।।

આર્ત્તધ્યાનના ચાર ભેદ છે; તેનું વર્ણન હવે અનુક્રમે ચાર સૂત્રો દ્વારા કરે છે.
आर्त्तममनोज्ञस्य संप्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वा हारः।। ३०।।
અર્થઃ– [अमनोज्ञस्य संप्रयोगे] અનિષ્ટ પદાર્થનો સંયોગ થતાં [तत्

विप्रयोगाय] તેને દૂર કરવા માટે [स्मृति समन्वाहारः] વારંવાર વિચાર કરવો તે [आर्त्तम्] અનિષ્ટ સંયોગજ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૦।।

विपरीतं मनोज्ञस्य।। ३१।।
અર્થઃ– [मनोज्ञस्य] ઈષ્ટ પદાર્થ સંબંધી [विपरीतं] ઉપર કરતાં વિપરીત

અર્થાત્ ઈષ્ટ પદાર્થનો વિયોગ થતાં તેનાં સંયોગ માટે વારંવાર વિચાર કરવો તે ‘ઈષ્ટ વિયોગજ’ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૧।।

वेदनायाश्च।। ३२।।
અર્થઃ– [वेदनाया च] રોગજનિત પીડા થતાં તેને દૂર કરવા માટે વારંવાર

ચિંતવન કરવું, તે વેદનાજન્ય આર્ત્તધ્યાન છે. ।। ૩૨।।

निदानं च।। ३३।।
અર્થઃ– [निदानं च] ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન

કરી દેવું તે નિદાનજ આર્ત્તધ્યાન છે. ।। ૩૩।।

ગુણસ્થાન અપેક્ષાએ આર્ત્તધ્યાનના સ્વામી
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम्।। ३४।।
અર્થઃ– (तत्) તે આર્ત્તધ્યાન [अविरत] અવિરત- પહેલા ચાર ગુણસ્થાન,

[देशविरत] દેશવિરત- પાંચમું ગુણસ્થાન અને [प्रमत्तसंयतानाम्] પ્રમત્ત સંયત- છઠ્ઠા ગુણસ્થાને હોય છે.

નોંધ– ‘નિદાનજ’ આર્ત્તધ્યાન છઠ્ઠા ગુણસ્થાને હોતું નથી.
ટીકા

મિથ્યાદ્રષ્ટિ જીવ તો અવિરત છે અને સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ અવિરત હોય છે. જેથી