અ. ૯ સૂત્ર ૪૧-૪૨-૪૩-૪૪] [ પ૮૯
શુક્લધ્યાનના પહેલા બે ભેદો [सवितर्कवीचारे] વિતર્ક અને વિચારસહિત છે. પરંતુ-
વીચારથી રહિત છે, (પણ સવિતર્ક હોય છે).
૧. ૪૨ મું સૂત્ર ૪૧ મા સૂત્રના અપવાદરૂપ છે, એટલે કે શુક્લધ્યાનનો બીજો ભેદ વીચારરહિત છે. જેમાં વિતર્ક અને વીચાર બન્ને હોય તે પહેલું પૃથક્ત્વવિતર્ક શુક્લધ્યાન છે, અને જે વીચારરહિત તથા વિતર્કસહિત, મણિના દીપકની સમાન અચલ છે તે બીજું-એકત્વવિતર્ક શુક્લધ્યાન છે; તેમાં અર્થ, વચન અને યોગનું પલટવું દૂર થયું હોય છે એટલે કે તે સંક્રાંતિરહિત છે. વિતર્કની વ્યાખ્યા ૪૩ માં સૂત્રમાં અને વીચારની વ્યાખ્યા ૪૪ મા સૂત્રમાં આવશે.
૨. સૂક્ષ્મ કાયયોગના અવલંબનથી જે ધ્યાન થાય છે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ (ત્રીજું) શુક્લધ્યાન કહેવાય છે; અને જેમાં આત્મપ્રદેશોમાં પરિસ્પંદ પેદા કરવાવાળી શ્વાસોચ્છ્વાસાદિ સમસ્ત ક્રિયાઓ નિવૃત થઈ જાય છે તેને વ્યુપરતક્રિયાનિવર્તિ (ચોથું) શુક્લધ્યાન કહેવાય છે. ।। ૪૧-૪૨।।
અર્થઃ– [श्रुतम्] શ્રુતજ્ઞાનને [वितर्कः] વિતર્ક કહેવાય છે.
નોંધઃ– ‘શ્રુતજ્ઞાન’ શબ્દ શ્રવણપૂર્વક જ્ઞાનનું ગ્રહણ સૂચવે છે. મતિજ્ઞાનના ભેદરૂપ ચિંતાને પણ તર્ક કહેવાય છે, તે અહીં ગ્રહણ કરવો નહીં. ।। ૪૩।।
અર્થઃ– [अर्थ व्यंजन योगसक्रान्तिः] અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ (- બદલવું) તે [वीचारः] વીચાર છે.