Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 589 of 655
PDF/HTML Page 644 of 710

 

પ૯૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા
અર્થસંક્રાન્તિ–અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ અને સંક્રાન્તિ એટલે
બદલવું તે, ધ્યાન કરવા યોગ્ય પદાર્થમાં દ્રવ્યને છોડી પર્યાયને ધ્યાવે
અથવા પર્યાયને છોડી દ્રવ્યને ધ્યાવે તે અર્થસંક્રાન્તિ છે.
વ્યંજનસંક્રાન્તિ–વ્યંજન એટલે વચન અને સંક્રાન્તિ એટલે બદલવું તે. શ્રુતના
કોઈ એક વચનને છોડીને અન્યનું અવલંબન કરવું તથા તેને
છોડીને કોઈ અન્યનું અવલંબન કરવું તથા તેને છોડીને કોઈ
અન્યનું અવલંબન કરવું તે વ્યંજનસંક્રાન્તિ છે.
યોગસંક્રાન્તિ–કાયયોગને છોડીને મનોયોગ કે વચનયોગને ગ્રહણ કરવો અને
તે છોડીને અન્ય યોગને ગ્રહણ કરવો તે યોગ સંક્રાંતિ છે.

એ લક્ષમાં રાખવું કે જે જીવને શુક્લધ્યાન વર્તે છે તે જીવ નિર્વિકલ્પદશામાં જ છે, તેથી તેને આ સંક્રાંતિની ખબર નથી; પણ તે દશામાં તેવી પલટના છે તે કેવળજ્ઞાની જાણે છે.

ઉપર કહેલ સંક્રાંતિ-પરિવર્તનને વીચાર કહેવાય છે. જ્યાં સુધી એ વીચાર રહે ત્યાં સુધી તે ધ્યાનને સવીચાર (અર્થાત્ પહેલું પૃથક્ત્વવિતર્ક) કહેવાય છે. પછી ધ્યાનમાં દ્રઢતા થાય છે ત્યારે તે પરિવર્તન બંધ થઈ જાય છે, તે ધ્યાનને અવીચાર (અર્થાત્ બીજું એકત્વવિતર્ક કહેવાય છે.)

પ્રશ્નઃ– કેવળીભગવાનને ધ્યાન હોય? ઉત્તરઃ– ધ્યાનનું લક્ષણ‘એકાગ્ર ચિંતાનિરોધ’ છે. એક એક પદાર્થનું ચિંતવન તો ક્ષયોપશમજ્ઞાનીને હોય, કેવળીભગવાનને તો યુગપત્ સકલ પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ કરે છે; એવો કોઈ પદાર્થ બાકી રહ્યો નથી કે જેનું તેઓ ધ્યાન કરે. કેવળીભગવાન કૃતકૃત્ય છે, તેમને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી; આથી તેમને ખરેખર ધ્યાન નથી. તોપણ આયુ પૂર્ણ થતાં તથા અન્ય ત્રણ કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં યોગનો નિરોધ અને કર્મોની નિર્જરા સ્વયમેવ થાય છે, અને ધ્યાનનું કાર્ય પણ યોગનો નિરોધ અને કર્મની નિર્જરા થવી તે છે, તેથી કેવળીભગવાનને ધ્યાન જેવું કાર્ય દેખીને ઉપચારથી તેમને શુક્લધ્યાન કહેવાય છે. ખરેખર ધ્યાન તેમને નથી. ।। ૪૪।।

અહીં ધ્યાનતપનું વર્ણન પૂરું થયું.

અનુપ્રેક્ષા તથા ધ્યાન

જો કે અનુપ્રેક્ષા અને ધ્યાનમાં કાંઈ અંતર નથી, પણ તેના ફળ અપેક્ષાએ ભિન્નતા