અ. ૯. સૂત્ર ૪૪ ] [ પ૯૧ છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે તેમાં અનિત્યતા વગેરેનું ચિંતવન કરવાથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન કરી શકાય છે અને તેને વધારી શકાય છે. ધ્યાનનું ફળ એ છે કે તેમાં ચિત્તને અનેક વિષયોથી હટાવીને એક વિષયમાં સ્થિર કરી શકાય છે. આ કારણે અનુપ્રેક્ષા પછી ધ્યાનનું સ્વરૂપ, લક્ષણ તથા ભેદ વર્ણવીને તે બન્નેને જુદા લખવામાં આવ્યા છે. (તત્ત્વાર્થસાર અધ્યાય ૭. ગાથા ૪૩. ટીકા)
આ નવમા અધ્યાયના પહેલા અઢાર સૂત્રોમાં સંવર અને તેના કારણોનું વર્ણન કર્યું. ત્યારપછી નિર્જરા અને તેના કારણોનું વર્ણન શરૂ કર્યું. નિર્જરા તપથી થાય છે (तपसा निर्जरा च-સૂત્ર ૩), તેથી સૂ. ૧૯-૨૦ માં તપના બાર પ્રકાર વર્ણવ્યા, ત્યારપછી છ પ્રકારના અંતરંગતપના ભેદોનું વર્ણન અહીં સુધી કર્યું.
વગેરે સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક સ્પષ્ટીકરણ
૧. કેટલાક જીવો કેવળ વ્યવહારનયનું જ અવલંબન કરે છે, તેમને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધનસાધ્યભાવની દ્રષ્ટિ છે, તેથી તેઓ વ્યવહારમાં જ ખેદખિન્ન રહે છે. તેઓ નીચે પ્રમાણે વર્તે છે-
શ્રદ્ધા સંબંધમાં– ધર્મદ્રવ્યાદિ પરદ્રવ્યોની શ્રદ્ધા કરે છે. જ્ઞાન સંબંધમાં–દ્રવ્યશ્રુતના પઠન પાઠનાદિ સંસ્કારોથી અનેક પ્રકારના વિકલ્પ
જાળથી કલંકિત ચૈતન્યવૃત્તિને ધારણ કરે છે.
કર્મકાંડોને અચલિતપણે આચરે છે, તેમાં કોઈ વેળા પુણ્યની રુચિ કરે છે, કદાચિત્ દયાવંત થાય છે.
અનુકંપા અને કોઈવાર આસ્તિતક્યમાં વર્તે છે; તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદ્રષ્ટિ આદિ ભાવો ઉત્પન્ન ન થાય તેવી શુભોપયોગરૂપ સાવધાની રાખે છે; કેવળ વ્યવહારનયરૂપ ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલય, પ્રભાવના એ અંગોની ભાવના ચિંતવે છે અને તે બાબતનો ઉત્સાહ વારંવાર વધારે છે.
પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે દુર્ધર ઉપધાન કરે છે- આરંભ કરે છે, શાસ્ત્રનું રૂડા પ્રકારે બહુમાન કરે છે, ગુરુ વગેરેમાં ઉપકારપ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ, વ્યંજન અને તે બન્નેની શુદ્ધતામાં સાવધાન રહે છે.