Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 592 of 655
PDF/HTML Page 647 of 710

 

અ. ૯. સ્પષ્ટીકરણ ] [ પ૯૩

ખરી રીતે તો શુદ્ધભાવ જ સંવર-નિર્જરારૂપ છે. જો શુભભાવ ખરેખર સંવર- નિર્જરાનું કારણ હોય તો કેવળ વ્યવહારાલંબીને બધા પ્રકારનો નિરતિચાર વ્યવહાર છે તેથી તેને શુદ્ધતા પ્રગટવી જોઈએ. પરંતુ રાગ સંવર નિર્જરાનું કારણ છે જ નહિ. અજ્ઞાની શુભભાવને ધર્મ માનતો હોવાથી તથા શુભ કરતાં કરતાં ધર્મ થશે એમ માનતો હોવાથી અને શુભ-અશુભ બન્ને ટાળતાં ધર્મ થશે એમ નહિ માનતો હોવાથી તેનો તમામ વ્યવહાર નિરર્થક છે, તેથી તેને વ્યવહારાભાસી કહેવામાં આવે છે.

આવો વ્યવહાર (-જે ખરેખર વ્યવહારાભાસ છે તે) ભવ્ય તેમજ અભવ્ય જીવોએ અનંતવાર કર્યો છે અને તેના ફળમાં અનંતવાર નવમી ગ્રેવેયકે ગયા છે, પણ તેનાથી ધર્મ થયો નથી. ધર્મ તો શુદ્ધ નિશ્ચયસ્વભાવના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ થાય છે.

શ્રી સમયસારજીમાં કહ્યું છે કે-

वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं।
कुव्वंता वि अभव्वो अण्णाणी मिच्छदिठ्ठी दुण।। २७३।।

જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ વળી તપ–શીલને, કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.

અર્થઃ– જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે.

ટીકાઃ– શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તો પણ તે નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત) અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનથી શૂન્ય છે.

ભાવાર્થઃ– અભવ્ય જીવ મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ ચારિત્ર પાળે તોપણ નિશ્ચયસમ્યગ્જ્ઞાન-શ્રદ્ધા વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. (શ્રી સમયસાર પા. ૩૩પ-૩૩૬)

નોંધઃ– અહીં અભવ્ય જીવનો દાખલો આપ્યો છે, પણ આ સિદ્ધાંત વ્યવહારનો આશ્રય લેનાર બધા જીવોને એક સરખી રીતે લાગુ પડે છે.

૩. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. તેથી તેને નિશ્ચય કહ્યો છે. વ્રત, તપાદિ કાંઈ સાચો મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને