પ૯૪ ] [ મોક્ષશાસ્ત્ર મોક્ષમાર્ગ કહ્યો, તેથી તેને વ્યવહાર કહેવાય છે. એ પ્રમાણે ભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે નિશ્ચયનય અને અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે વ્યવહારનય કહ્યા છે એમ જાણવું. પણ એ બન્નેને સાચા મોક્ષમાર્ગ જાણીને તેને ઉપાદેય માનવા તે તો મિથ્યાબુદ્ધિ જ છે. (જુઓ, શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક. પા. ૨પ૪)
૪. નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ જીવને ધર્મ કે સંવર-નિર્જરા થાય નહિ, શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર નિશ્ચય- વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ; માટે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાની પહેલી જરૂર છે.
सम्यग्द्रष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्त
અર્થઃ– [सम्यग्द्रष्टि श्रावक विरति] સમ્યગ્દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, વિરત મુનિ, [अनन्तवियोजक दर्शनमोहक्षपक] અનંતાનુબંધીનું વિસંયોજન કરનાર, દર્શનમોહનો ક્ષય કરનાર, [उपशमक उपशान्तमोह] ઉપશમશ્રેણી માંડનાર, ઉપશાંતમોહ, [क्षपक क्षीणमोह] ક્ષપકશ્રેણી માંડનાર, ક્ષીણમોહ અને [जिनाः] જિન- એ સર્વેને (અંતર્મુહૂર્તપર્યંત પરિણામોની વિશુદ્ધતાની અધિકતાથી, આયુકર્મને છોડીને) પ્રતિસમય [क्रमशः असंख्येयगुणनिर्जराः] ક્રમથી અસંખ્યાતગુણી નિર્જરા થાય છે.
(૧) અહીં પ્રથમ સમ્યગ્દ્રષ્ટિની-ચોથા ગુણસ્થાનની દશા જણાવી છે. જે અસંખ્યાતગુણી નિર્જરા કહી છે તે, સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની તદ્ન નજીકની આત્માની દશામાં થતી નિર્જરા કરતાં અસંખ્યાતગુણી સમજવી. પ્રથમોપશમ સમ્યક્ત્વની ઉત્પતિ પહેલાં ત્રણ કરણ થાય છે તેમાં અનિવૃત્તિકરણનાઅંત સમયમાં વર્તતી વિશુદ્ધતાથી વિશુદ્ધ જે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિ તેને આયુ સિવાયના સાત કર્મોની જે નિર્જરા થાય છે તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અસંયતસમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તપર્યંત સમયે સમયે થાય છે એટલે કે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિની નિર્જરા કરતાં સમ્યગ્દ્રષ્ટિને ગુણશ્રેણી નિર્જરામાં અસંખ્યગુણા દ્રવ્ય છે. આ ચોથા ગુણસ્થાનવાળા અવિરતિ સમ્યગ્દ્રષ્ટિની નિર્જરા છે.
(૨) તે જીવ જ્યારે પાંચમું ગુણસ્થાન-શ્રાવકપણું પ્રગટ કરે ત્યારે અંતર્મુહૂર્તપર્યંત નિર્જરા થવા યોગ્ય કર્મપુદ્ગલરૂપ ગુણશ્રેણી નિર્જરાદ્રવ્ય ચોથા ગુણસ્થાન કરતાં અસંખ્યાતગુણા છે.