Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 594 of 655
PDF/HTML Page 649 of 710

 

અ. ૯ સૂત્ર ૪પ ] [ પ૯પ

(૩) પાંચમાથી અસંખ્યાતગુણી નિર્જરા સકળસંયમરૂપ અપ્રમત્તસંયત (સાતમું) ગુણસ્થાન પ્રગટે ત્યારે થાય છે. પાંચમા પછી પ્રથમ સાતમું ગુણસ્થાન પ્રગટે છે અને પછી વિકલ્પ ઉઠતાં છઠ્ઠું પ્રમત્ત ગુણસ્થાન આવે છે. સૂત્રમાં ‘વિરત’ શબ્દ કહ્યો છે તેમાં સાતમું અને છઠ્ઠું બન્ને ગુણસ્થાનવાળા જીવોનો સમાવેશ થાય છે.

(૪) ત્રણ કરણના પ્રભાવથી ચાર અનંતાનુબંધી કષાયને બાર કષાય તથા નવ નોકષાયરૂપ પરિણમાવી દે તે જીવોને અંતર્મુહૂર્તપર્યંત સમયે સમયે અસંખ્યાતગુણી દ્રવ્યનિર્જરા થાય છે. અનંતાનુબંધીની આ વિસંયોજના ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું એ ચાર ગુણસ્થાનોમાં થાય છે; તે ચારે ગુણસ્થાનમાં જે અનંતવિયોજક છે તે પોતાના ગુણસ્થાનમાં પોતાની પૂર્વની નિર્જરાથી અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.

(પ) અનંત વિયોજકથી અસંખ્યાતગુણી નિર્જરા દર્શનમોહના ક્ષપકને (તે જ જીવને) થાય છે. પહેલાં અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી દર્શનમોહના ત્રિકને ક્ષપાવે એવો ક્રમ છે.

(૬) દર્શનમોહના ક્ષપક કરતાં ‘ઉપશમક’ ને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. પ્રશ્નઃ– ઉપશમકની વાત દર્શનમોહના ક્ષપક પછી કેમ કરી? ઉત્તરઃ– ક્ષપકનો અર્થ ક્ષાયિક થાય છે, અહીં ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે; અને ‘ઉપશમક’ કહેતાં દ્વિતીયોપશમ સમ્યક્ત્વયુક્ત ઉપશમશ્રેણીવાળો જીવ સમજવો. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ કરતાં ઉપશમશ્રેણીવાળાને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે તેથી પહેલાં ક્ષપકની વાત કરી છે અને ક્ષપક પછી ઉપશમકની વાત કરી છે. ક્ષાયક સમ્યગ્દર્શન ચોથે, પાંચમે, છઠ્ઠે અને સાતમે ગુણસ્થાને પ્રગટે છે અને જે જીવ ચારિત્રમોહનો ઉપશમ કરવાને ઉદ્યમી થયેલ છે. તેને આઠમું, નવમું અને દસમું ગુણસ્થાન હોય છે.

(૭) ઉપશમક જીવ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અગીયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને હોય છે.

(૮) ઉપશાન્તમોહવાળા જીવ કરતાં ક્ષપકશ્રેણીવાળાને અસંખ્યાત ગુણી નિર્જરા હોય છે; આ જીવને આઠમું, નવમું અને દશમું ગુણસ્થાન હોય છે.

(૯) ક્ષપકશ્રેણીવાળા જીવ કરતાં બારમા ક્ષીણમોહ ગુણસ્થાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે.

(૧૦) બારમા ગુણસ્થાન કરતાં જિનને (તેરમા અને ચૌદમા ગુણસ્થાને) અસંખ્યાતગુણી નિર્જરા હોય છે. જિનના ત્રણ ભેદ છે- (૧) સ્વસ્થાન કેવળી,