અ. ૧૦ સૂ. ૬-૭ ] [ ૬૧૩
ચોથા સૂત્રમાં કહેલ સિદ્ધત્વગુણ જ્યારે પ્રગટે છે ત્યારે ત્રીજા સૂત્રમાં કહેલા ભાવો હોતા નથી, તેમ જ કર્મોનો પણ અભાવ થાય છે; તે જ સમયે જીવ ઊર્ધ્વગમન કરીને સીધો લોકને છેડે જાય છે અને ત્યાં કાયમ સ્થિત રહે છે. ઊર્ધ્વગમન થવાનું કારણ છઠ્ઠા- સાતમા સૂત્રમાં જણાવ્યું છે અને લોકના છેડાથી આગળ નહિ જવાનું કારણ આઠમા સૂત્રમાં જણાવ્યું છે. ।। પ।।
पूर्वप्रयोगादसंगत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच्च।। ६।।
અર્થઃ– [पूर्वप्रयोगात्] ૧. પૂર્વપ્રયોગથી, [असगत्वात्] ર. સંગરહિત થવાથી, [बंधछेदात्] ૩. બંધનો નાશ થવાથી [तथागतिपरिणामात् च] અને ૪. તથાગતિપરિણામ અર્થાત્ ઊર્ધ્વગમનસ્વભાવ હોવાથી -મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.
નોંધઃ– પૂર્વપ્રયોગ એટલે પૂર્વે કરેલો પુરુષાર્થ, પ્રયત્ન, ઉદ્યમ; આ સંબંધમાં આ અધ્યાયના બીજા સૂત્રની ટીકા તથા સાતમા સૂત્રના પહેલા દ્રષ્ટાંત ઉપરની ટીકા વાંચીને સમજવી. ।। ૬।।
અર્થઃ– મુક્તજીવ [आविद्धकुलालचक्रवत्] ૧. કુંભારદ્વારા ધુમાવેલા ચાકની માફક પૂર્વપ્રયોગથી, [व्यपगतलेपआलाबुवत्] ર. લેપ દૂર થયેલા તૂંબડાની માફક અસંગપણાથી, [एरंडबीजवत्] ૩. એરંડના બીજની માફક બંધનરહિત થવાથી [च] અને [अग्निशिखावत्] ૪. અગ્નિશિખાની માફક ઊર્ધ્વગમન સ્વભાવથી ઊર્ધ્વગમન કરે છે.
૧. પૂર્વપ્રયોગનું દ્રષ્ટાંત– જેમ કુંભાર ચાકને ફેરવીને હાથ લઈ લે છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે વારંવાર અભ્યાસ (ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ) કરતો હતો તે અભ્યાસ છૂટી જાય છે તોપણ પહેલાના અભ્યાસના સંસ્કારથી મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.
૨. અસંગનું દષ્ટાંત –તૂંબડાને જ્યાંસુધી લેપનો સંયોગ રહે છે ત્યાંસુધી તે