૧૦] [મોક્ષશાસ્ત્ર
ભાવાર્થઃ– આ સમ્યક્ત્વનું એવું માહાત્મ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ-પ્રાપ્ત થયા છે તથા ભવિષ્યમાં થશે, તે આ સમ્યકત્વથી જ થયા છે અને થશે; તેથી આચાર્ય દેવ કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય! આ સમ્યકત્વ-ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે.
सम्मतं
અર્થઃ– જે પુરુષને મુકિતનું કરવાવાળું સમ્યકત્વ છે, અને તે સમ્યકત્વને સ્વપ્રાવસ્થા વિષે પણ મલિન કર્યું નથી-અતિચાર લગાવ્યો નથી, તે પુરુષ ધન્ય છે, તે જ મનુષ્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે.
ભાવાર્થઃ– લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ તથા વિવાહ, યજ્ઞાદિક કરે છે તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણાં શાસ્ત્રો ભણે તેને પંડિત કહીએ-આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યકત્વ તેને જે મલિન ન કરે, નિરતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે; એ (સમ્યકત્વ) વિના મનુષ્ય પશુસમાન છે. એવું સમ્યકત્વનું માહાત્મ્ય કહ્યું છે.
કેવળી અને સિદ્ધ ભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થા ઇચ્છતા નથી, તે આ સમ્યગ્દર્શનનું જ બળ જાણવું.
જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ, તિર્યંચાદિકના (ઢોર વગેરેના) અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યગ્દર્શનને સમાન કહ્યું છે, તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે; પણ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યગ્દર્શનના ત્રણ ભેદ પડે છે, તેનાં નામ-(૧) ઔપશમિક સમ્યગ્દર્શન, (ર) ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન, (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન.
ઔપશમિક સમ્યગ્દર્શન– તે દશામાં મિથ્યાત્વકર્મનાં તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ,