Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 655
PDF/HTML Page 69 of 710

 

અ. ૧ સૂત્ર ૨] [૧૧ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે.×

ક્ષાયોપશમિક સમ્યગ્દ્રર્શન- તે દશામાં મિથ્યાત્વ અને મિશ્રમિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી, અને સમ્યકમોહનીય કર્મના રજકણો ઉદયરૂપે હોય છે, તથા અનંતાનુબંધી કષાયકર્મના રજકણો વિસંયોજનરૂપે હોય છે.

ક્ષાયિક સમ્યગ્દ્રર્શન– તે દશામાં મિથ્યાત્વપ્રકૃતિના (ત્રણ પેટા વિભાગોના) રજકણો આત્મપ્રદેશેથી તદ્ન ખસી જાય છે, તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે પ્રકૃતિનો ક્ષય થયો કહેવાય છે.

(૧૧) સમ્યગ્દર્શનના બીજા પ્રકારે ભેદો

સર્વ સમ્યગ્દ્રષ્ટિ જીવોને આત્માની-તત્ત્વની પ્રતીત એક સરખી હોય છે તો પણ ચારિત્રદશાની અપેક્ષાએ તેઓમાં બે ભેદો પડે છેઃ (૧) વીતરાગ સમ્યગ્દર્શન, (ર) સરાગ સમ્યગ્દર્શન.

સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે; ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી; જીવની આ દશાને ‘વીતરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે; અને જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય-જોડાણ થતું હોવાના કારણે તે દશાને ‘સરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. શુભરાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ કદી માનતા નથી-એ ખાસ લક્ષમાં રાખવું.

(૧ર) સરાગ સમ્યગ્દ્રષ્ટિને પ્રશમાદિ ભાવો

સમ્યગ્દ્રષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે ચાર પ્રકારના શુભભાવ હોય છે; તેનાં _________________________________________________________________ × નોંધ- અનાદિ મિથ્યાદ્રષ્ટિને ઔપશમિક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ચાર, એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ હોય છે. અને સાદિમિથ્યાદ્રષ્ટિને ઔપશમિક સમ્યગ્દર્શન થતાં, જેને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ સત્તારૂપે હોય છે તેને, મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર, એમ સાત પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે; અને જે સાદિ મિથ્યાદ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ સત્તામાં હોય છે તેને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે.