અ. ૧ સૂત્ર ૩] [૧૩
[अधिगमात्] પરના ઉપદેશ વગેરેથી ઉત્પન્ન થાય છે.
(૧) ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે ભેદ છે- (૧) નિસર્ગજ (ર) અધિગમજ.
(ર) જે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે તે જીવે તે વખતે અથવા પૂર્વ ભવે સમ્યગ્જ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલ હોય છે, (તેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે.) તે વિના કોઈને સમ્યગ્દર્શન થાય નહિ; આ ઉપરથી એમ ન સમજવું કે તે ઉપદેશ સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરે છે. સમ્યગ્દર્શન તો જીવ પોતાથી જ પોતાનામાં પ્રગટ કરે છે, જ્ઞાનીનો ઉપદેશ તો નિમિત્તમાત્ર છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ. વળી, જો સદ્ગુરુનો ઉપદેશ સમ્યગ્દર્શન ઉત્પન્ન કરતો હોય તો, જે જે જીવો તે ઉપદેશ સાંભળે તેને તેને તે થવું જોઈએ, પણ તેમ થતું નથી; સદ્ગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શન થયું એમ કહેવું તે વ્યવહાર છે- નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે.
(૩) અધિગમનું સ્વરૂપ આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આપવામાં આવ્યું છે, ત્યાં જણાવ્યું છે કે ‘પ્રમાણ અને નયવડે અધિગમ થાય છે’ (પ્રમાણ અને નયનું સ્વરૂપ તે સૂત્રની ટીકામાં આપ્યું છે, માટે ત્યાંથી જાણી લેવું.)
જીવને પોતાની ભૂલના કારણે અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તેથી જ્યારે તે ભ્રમણા પોતે ટાળે ત્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. જીવ જ્યારે પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરે છે ત્યારે તેને આત્મજ્ઞાની પુરુષના ઉપદેશનો યોગ મળે છે; તે ઉપદેશ સાંભળી જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે તો તેને સમ્યગ્દર્શન