Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 655
PDF/HTML Page 81 of 710

 

અ. ૧ સૂત્ર ૬] [૨૩ પ્રવર્તે-એમ બે પરદ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે.

પ્રત્યક્ષઃ કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રમાણ તે સાચું જ્ઞાન છે, તેના પાંચ ભેદો છે-મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત મુખ્યપણે પરોક્ષ છે, અવધિ અને મનઃપર્યય એ વિકલ (અંશ) પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.

(૧૦) નયના પ્રકારો

નય બે પ્રકારના છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં જે દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે અને જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિકનય છે.

દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એટલે શું
ગુણાર્થિકનય શા માટે નહિ?

શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો વાપર્યા છે, પણ ‘ગુણાર્થિકનય’ એમ ક્યાંય વાપરવામાં આવ્યું નથી, તેનું કારણ શું? તે કહેવાય છેઃ-

તર્કઃ– ૧. દ્રવ્યાર્થિકનય કહેતાં તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિકનય કહેતાં તેનો વિષય પર્યાય, તથા એ બન્ને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય, આ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે-તો એ બરાબર નથી. કેમકે એકલા ગુણ તે દ્રવ્યાર્થિકનયનો વિષય નથી.

તર્કઃ– ર. દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય, તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી ગયા, એ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે-તો તેમ પણ નથી. કેમકે પર્યાયમાં આખો ગુણ આવી જતો નથી.

ગુણાર્થિકનય ન વાપરવાનું વાસ્તવિક કારણ

શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય એ બે જ નયો વાપરવામાં આવ્યા છે, તે બે નયોનું ખરૂં સ્વરૂપ એ છે કે-

પર્યાયાર્થિકનયનો વિષય જીવનો અપેક્ષિત બંધ-મોક્ષનો પર્યાય છે, અને તે રહિત (બંધ-મોક્ષની અપેક્ષા રહિત) ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત ત્રિકાળી જીવદ્રવ્યસામાન્ય તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે-આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક