Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 27 of 655
PDF/HTML Page 82 of 710

 

૨૪] [મોક્ષશાસ્ત્ર અને પર્યાયાર્થિકનય વાપરવામાં આવ્યા છે, એટલે ગુણાર્થિકનયની જરૂર રહેતી નથી. જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ત્રિકાળી ધ્રુવસ્વરૂપમાં તેના ગુણ સમાઈ જાય છે માટે જુદા ગુણાર્થિકનયની જરૂર નથી.

શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય વાપરે છે તેમાં ઊંડું રહસ્ય છે. દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયનો વિષય ક્ષણિક પર્યાય છે. દ્રવ્યાર્થિકનયના વિષયમાં જુદો ગુણ નથી કેમકે ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે અને વિકલ્પ તે પર્યાયાર્થિકનયનો વિષય છે. +

(૧૧) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનાં બીજાં નામો

દ્રવ્યાર્થિકનયને-નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ધ્રુવ, અભેદ અને સ્વલક્ષી નય કહેવામાં આવે છે.

પર્યાયાર્થિકનયને-વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ, પરાલંબી પરાશ્રિત, પરતંત્ર, નિમિત્તાધીન, ક્ષણિક, ઉત્પન્નધ્વંસી ભેદ અને પરલક્ષી નય કહેવામાં આવે છે.

(૧ર) સમ્યગ્દ્રષ્ટિનાં બીજાં નામો

સમ્યગ્દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ, શુદ્ધદ્રષ્ટિ, ધર્મદ્રષ્ટિ, નિશ્ચયદ્રષ્ટિ, પરમાર્થદ્રષ્ટિ, અંતરાત્મા વગેરે નામો આપવામાં આવે છે.

(૧૩) મિથ્યાદ્રષ્ટિનાં બીજાં નામો

મિથ્યાદ્રષ્ટિને પર્યાયબુદ્ધિ, સંયોગીબુદ્ધિ, પર્યાયમૂઢ, વ્યવહારદ્રષ્ટિ, વ્યવહારમૂઢ, સંસારદ્રષ્ટિ, પરાવલંબીબુદ્ધિ, પરાશ્રિતદ્રષ્ટિ, બહિરાત્મા વગેરે નામો આપવામાં આવે છે.

(૧૪) જ્ઞાન બન્ને નયોનું કરવું પણ તેમાં પરમાર્થે આદરણીય
નિશ્ચયનય છે–એમ શ્રદ્ધા કરવી.

વ્યવહારનય સ્વદ્રવ્ય=પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે તેથી એવાં જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવો.

નિશ્ચયનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને યથાવત્ નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવાં જ શ્રદ્ધાનથી _________________________________________________________________ + નયનું વિશેષ સ્વરૂપ જાણવું હોય તેણે પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયો આપ્યા છે તેનો

અભ્યાસ કરવો.