કર્તા કર્મ ક્રિયાદ્વાર ૮૧
શબ્દાર્થઃ– બિછુરૈ=જુદા થાય. સંસય(સંશય)=શંકા, સંદેહ.
અર્થઃ– પુદ્ગલ કર્મને જીવ નથી કરતો, એવું આપે કહ્યું તો મારા સમજવામાં
આવતું નથી. કર્મનો કર્તા કોણ છે અને તેની કેવી ક્રિયા છે? આ અચેતન કર્મ
પોતાની મેળે જીવ સાથે કેવી રીતે બંધાય છે અને છૂટે છે? મને આ શંકા છે.
શિષ્યની આ શંકાનો નિર્ણય કરવા માટે શ્રીગુરુ યથાર્થ વાત કહે છે. ૧૯.
ઉપર કરવામાં આવેલી શંકાનું સમાધાન (દોહરા)
पुदगल परिनामी दरव,सदा परिनवै सोइ।
यातैं पुदगल करमकौ, पुदगल करता होइ।। २०।।
શબ્દાર્થઃ– પરિનામી (પરિણામી)=પોતાનો સ્વભાવ છોડયા વિના એક
પર્યાયથી બીજી પર્યાયરૂપે થનાર. સોઈ=તે. યાતૈં=એથી. હોઈ=થાય છે.
અર્થઃ– પુદ્ગલ દ્રવ્ય પરિણામી છે, તે સદૈવ પરિણમન કર્યા કરે છે, તેથી
પુદ્ગલ કર્મનો પુદ્ગલ જ કર્તા છે. ૨૦.
जीव चेतना संजुगत, सदा पूरण सब ठौर।
तातैं चेतन भावकौ, करता जीव न और।। २१।।
શબ્દાર્થઃ– સંજુગત=સંયુક્ત, સહિત. ઠૌર=સ્થાન.
અર્થઃ– જીવ ચેતના સહિત છે, સર્વ સ્થાનમાં સદા પૂર્ણ છે, એ કારણે
ચેતનભાવોનો કર્તા જીવ જ છે, બીજું કોઈ નથી. ૨૧.
_________________________________________________________________
जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव।
एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। १८।।
स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः।
तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्त्ता।। १९।।
स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः।
तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैवभवैत्स कर्त्ता।। २०।।