૮૨ સમયસાર નાટક
શિષ્યનો ફરીથી પ્રશ્ન. (અડિલ્લ છંદ)
ग्यानवंतकौ भोग निरजरा–हेतु है।
अज्ञानीकौ भोग बंध फलदेतु है।।
यह अचरजकी बात हिये नहि आवही।
पूछे कोऊ सिष्य गुरू समझावही।। २२।।
શબ્દાર્થઃ– ભોગ=શુભ-અશુભ કર્મોનો વિપાક. નિર્જરા-હેતુ=કર્મ ખરવાનું
કારણ. હિયે=મનમાં.
અર્થઃ– કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુજી ! જ્ઞાનીના ભોગ નિર્જરાને માટે
છે અને અજ્ઞાનીના ભોગોનું ફળ બંધ છે, એ આશ્ચર્યભરી વાત મારા મનમાં ઠસતી
નથી. એને શ્રીગુરુ સમજાવે છે. ૨૨.
ઉપર કરવામાં આવેલી શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા)
दया–दान–पूजादिक विषय–कषायादिक,
दोऊ कर्मबंध पै दुहूकौएक खेतु है।
ग्यानी मूढ़ करम करत दीसै एकसे पै,
परिनामभेद न्यारौ न्यारौ फल देतु है।।
ग्यानवंत करनी करै पै उदासीन रूप,
ममतान धरै तातैंनिर्जराकौ हेतु है।
वहै करतूति मूढ़ करै पै मगनरूप,
अंध भयौ ममतासौं बंध–फल लेतु है।। २३।।
શબ્દાર્થઃ– ખેતુ (ક્ષેત્ર)=સ્થાન. પરિનામ (પરિણામ)=ભાવ.
ઉદાસીન=રાગાદિ રહિત. મગનરૂપ=તલ્લીન. અંધ=વિવેકશૂન્ય.
_________________________________________________________________
ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः।
अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। २१।।
ज्ञानिनो ज्ञाननिर्वृताः सर्वे भावा भवन्ति हि।
सर्वेऽप्यज्ञाननिर्वृता भवन्त्यज्ञानिनस्तु ते।। २२।।