૧૧૬ સમયસાર નાટક
ઉપશમ અને ક્ષયોપશમભાવોની અસ્થિરતા. (સવૈયા એકત્રીસા)
जेते जीव पंडित खयोपसमी उपसमी,
तिन्हकी अवस्था ज्यौं लुहारकी संडासी है।
खिन आगमांहि खिन पानीमांहि तैसैं एऊ,
खिनमैं मिथ्यात खिन ग्यानकला भासी है।।
जौलौं ग्यान रहैं तौलौं सिथिल चरन मोह,
जैसैं कीले नागकी सकतिगति नासी है।
आवत मिथ्यात तब नानारूप बंध करै,
ज्यौं उकीलै नागकी सकति परगासी है।। १२।।
શબ્દાર્થઃ– પંડિત=સમ્યગ્દ્રષ્ટિ. ખયોપશમી=ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ.
ઉપસમી=ઉપશમ સમ્યગ્દ્રષ્ટિ. એઊ =તે. ખિન (ક્ષણ)=અહીં ક્ષણનો અર્થ અંતર્મુહૂર્ત
છે. સિથિલ=નબળા. કીલે=મંત્ર અથવા જડીબુટ્ટીથી બાંધી રાખેલ. નાગ=સર્પ.
ઉકીલે=મંત્ર-બંધનથી મુક્ત. સકતિ(શક્તિ)=બળ. પરગાસી (પ્રકાશી)=પ્રગટ કરી.
અર્થઃ– જેવી રીતે લુહારની સાણસી કોઈ વાર અગ્નિમાં તપેલી અને કોઈ
વાર પાણીમાં ઠંડી હોય છે, તેવી જ રીતે ક્ષાયોપશમિક અને ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ
જીવોની દશા છે અર્થાત્ કોઈ વાર મિથ્યાત્વભાવ પ્રગટ થાય છે અને કોઈવાર
જ્ઞાનની જ્યોત ઝગમગે છે. જ્યાં સુધી જ્ઞાન રહે છે ત્યાં સુધી ચારિત્રમોહનીયની
શક્તિ અને ગતિ મંત્રથી બાંધેલ સાપની જેમ શિથિલ રહે છે અને જ્યારે
મિથ્યાત્વરસ આપે છે ત્યારે મંત્રના બંધનથી મુક્ત સાપની પ્રગટ થયેલી શક્તિ અને
ગતિની જેમ અનંત કર્મોનો બંધ વધારે છે.
_________________________________________________________________
*અનંતાનુબંધીની ચાર અને દર્શનમોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી ઉપશમ-
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः।
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध–
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। ९।।