આસ્રવ અધિકાર ૧૧૭
વિશેષઃ– *ઉપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટને જઘન્ય કાળ અંત-ર્મુહૂર્ત અને
*ક્ષયોપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટકાળ +છાસઠ સાગર અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે.
આ બન્ને સમ્યકત્વ નિયમથી નષ્ટ થાય જ છે તેથી જ્યાં સુધી સમ્યકત્વભાવ રહે છે
ત્યાં સુધી આત્મા એક વિલક્ષણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને જ્યારે
સમ્યકત્વભાવ નાશ પામવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે આત્મા પોતાના
સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મ-પરંપરા વધારે છે.૧૨.
અશુદ્ધનયથી બંધ અને શુદ્ધનયથી મોક્ષ છે. (દોહરા)
यह निचोर या ग्रंथकौ, यहै परम रसपोख।
तजै सुद्धनय बंध है, गहै सुद्धनय मोख।। १३।।
શબ્દાર્થઃ– નિચોર=સાર. પોખ=પોષક. ગહૈ=ગ્રહણ કરવાથી. મોખ=મોક્ષ.
અર્થઃ– આ શાસ્ત્રમાં સાર વાત એ જ છે અને એ જ પરમ તત્ત્વની પોષક
છે કે શુદ્ધનયની રીત છોડવાથી બંધ અને શુદ્ધનયની રીત ગ્રહણ કરવાથી મોક્ષ થાય
છે. ૧૩.
જીવની બાહ્ય અને અંતરંગ અવસ્થા (સવૈયા એકત્રીસા)
करमके चक्रमैं फिरत जगवासी जीव,
ह्वै रह्यौ बहिरमुख व्यापत विषमता।
अंतर सुमति आई विमल बड़ाई पाई,
पुद्गलसौं प्रीति टूटी छूटी माया ममता।।
_________________________________________________________________
સમ્યકત્વ થાય છે. *અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ તથા સમ્યક્ મિથ્યાત્વ એ છ
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ પ્રકૃતિનો ઉદય રહેતાં ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય છે.
* અનંત સંસારની અપેક્ષાએ આ કાળ પણ થોડો છે.
इदमेवात्र तात्पर्य्य हेयः शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद् बन्ध एव हि।। १०।।
धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिम्
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्।
तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहिः
पूर्णं ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११।।