બંધ દ્વાર ૨૦૩
અર્થઃ– હે ભવ્ય! આ સંસારી જીવો અને આ સંસાર સાથે તમારે કાંઈ સંબંધ
નથી, તમારા જ્ઞાનઘટમાં૧ સમસ્ત સંસારનો સમાવેશ છે અને તેમાં તમારું જ રાજ્ય
છે. ૪પ.
શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે. (સવૈયા એકત્રીસા)
याही नर–पिंडमैं विराजै त्रिभुवन थिति,
याहीमैं त्रिविधि–परिनामरूप सृष्टि है।
याहीमैं करमकी उपाधि दुख दावानल,
याहीमैं समाधिसुख वारिदकी वृष्टि है।।
याहीमैं करतार करतूतिहीमैं विभूति,
यामैं भोग याहीमैं वियोग यामैं घृष्टि है।
याहीमैं विलास सब गर्भित गुपतरूप,
ताहीकौं प्रगटजाके अंतर सुद्रष्टि है।। ४६।।
શબ્દાર્થઃ– નર-પિંડ = મનુષ્ય શરીર. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ.
વારિદ = વાદળું. ઘૃષ્ટિ = ઘર્ષણ. ગર્ભિત = સમાવેશ.
અર્થઃ– આ જ મનુષ્ય શરીરમાં૨ ત્રણ લોક મોજૂદ છે, એમાં જ ત્રણે પ્રકારના
પરિણામ૩ છે, એમાં જ કર્મ-ઉપાધિજનિત દુઃખરૂપ અગ્નિ છે, એમાં જ આત્મધ્યાનરૂપ
સુખની મેઘવૃષ્ટિ છે, એમાં કર્મનો કર્તા આત્મા છે, એમાં જ તેની ક્રિયા છે, એમાં જ
જ્ઞાન-સંપદા છે, એમાં જ કર્મનો ભોગ અથવા વિયોગ છે, એમાં જ સારા કે ખરાબ
ગુણોનું સંઘર્ષણ છે અને આ જ શરીરમાં સર્વ વિલાસ ગુપ્ત રીતે સમાયેલા છે. પરંતુ
જેના અંતરંગમાં સમ્યગ્જ્ઞાન છે તેને જ સર્વ વિલાસ જણાય છે. ૪૬.
_________________________________________________________________
૧. નિર્મળ જ્ઞાનમાં સમસ્ત લોક અલોક ઝળકે છે.
૨. કેડની નીચે પાતાળ લોક, નાભિ તે મધ્યલોક અને નાભિની ઉપર ઊર્ધ્વલોક.
૩. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.