૨૪૮ સમયસાર નાટક
આત્માની આરાધના અથવા યોગ-નિગ્રહ માર્ગનું ગ્રહણ કરીને નિજ-સ્વરૂપમાં લીન
થાય છે.૭.
જ્ઞાની કર્મના કર્તા–ભોક્તા નથી એનું કારણ. (સવૈયા એકત્રીસા)
चिनमुद्राधारी ध्रुव धर्म अधिकारी गुन,
रतन भंडारी अपहारीकर्म रोगकौ।
प्यारौ पंडितनकौ हुस्यारौ मोख मारगमैं,
न्यारौ पुदगलसौं उज्यारौ उपयोगकौ।
जानै निज पर तत्त रहै जगमैं विरत्त,
गहै न ममत्त मन वच कायजोगकौ।
ता कारन ग्यानी ग्यानावरनादि करमकौ,
करता न होइ भोगता न होई भोगकौ।। ८।।
શબ્દાર્થઃ– ચિન્મુદ્રા = ચૈતન્ય, ચિહ્ન. ધ્રુવ = નિત્ય. અપહારી કર્મરોગકૌં =
કર્મરૂપી રોગનો નાશ કરનાર. હુસ્યારૌ (હોશ્યાર) = પ્રવીણ. ઉજ્યારૌ = પ્રકાશ.
ઉપયોગ = જ્ઞાનદર્શન. તત્ત (તત્ત્વ) = નિજસ્વરૂપ. વિરત (વિરક્ત) = વૈરાગી.
મમત્ત (મમત્વ) = પોતાપણું.
અર્થઃ– ચૈતન્ય-ચિહ્નનો ધારક, પોતાના નિત્ય સ્વભાવનો સ્વામી, જ્ઞાન આદિ
ગુણરૂપ રત્નોનો ભંડાર, કર્મરૂપ રોગોનો નાશ કરનાર, જ્ઞાનીઓને પ્રિય, મોક્ષમાર્ગમાં
કુશળ, શરીર આદિ પુદ્ગલોથી ભિન્ન, જ્ઞાનદર્શનનો પ્રકાશક, નિજ-પર તત્ત્વનો
જ્ઞાતા, સંસારથી વિરક્ત, મન-વચન-કાયાના યોગોના મમત્વ રહિત હોવાને કારણે
જ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા અને ભોગોનો ભોક્તા થતો નથી. ૮.
_________________________________________________________________
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः।
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासैव्यतां ज्ञानिता।। ५।।