Natak Samaysar (Gujarati). Gatha: 11-12.

< Previous Page   Next Page >


Page 250 of 444
PDF/HTML Page 277 of 471

 

background image
૨પ૦ સમયસાર નાટક
કર્મનો કર્તા માની નીચ ગતિનો પંથ પકડે છે. તે વ્યવહાર સમ્યક્ત્વી ભાવચારિત્ર
વિના બાહ્ય ચારિત્રનો સ્વીકાર કરીને શુભ ક્રિયાથી કર્મનો કર્તા કહેવાય છે. તે મૂર્ખ
મોક્ષ તો ચાહે છે પરંતુ નિશ્ચય સમ્યક્ત્વ વિના સંસાર-સમુદ્રને તરી શકતો નથી.
૧૦.
વાસ્તવમાં જીવ કર્મનો અકર્તા છે એનું કારણ.
(ચોપાઈ)
चेतन अंकजीव लखि लीन्हा।
पुदगल कर्म अचेतन चीन्हा।।
बासी एक खेतके दोऊ।
जदपि तथापि मिलैं नहिं कोऊ।। ११।।
અર્થઃ– જીવનું ચૈતન્યચિહ્ન જાણી લીધું અને પુદ્ગલ કર્મને અચેતન ઓળખી
લીધું. જો કે એ બન્ને એકક્ષેત્રાવગાહી છે તો પણ એકબીજાને મળતા નથી.
વળી–(દોહરા)
निज निज भाव क्रियासहित, व्यापक व्यापि न कोइ।
कर्त्ता पुदगल करमकौ,
जीव कहांसौं होइ।। १२।।
શબ્દાર્થઃ– વ્યાપક = જે વ્યાપે, પ્રવેશ કરે. વ્યાપિ = જેમાં વ્યાપે, જેમાં પ્રવેશ
કરે.
અર્થઃ– બન્ને દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયમાં રહે છે, કોઈ કોઈનું વ્યાપ્ય-
વ્યાપક નથી, અર્થાત્ જીવમાં ન તો પુદ્ગલનો પ્રવેશ થાય છે અને ન પુદ્ગલમાં
જીવનો પ્રવેશ થાય છે. તેથી જીવ પદાર્થ પૌદ્ગલિક કર્મોનો કર્તા કેવી રીતે હોઈ
શકે? ૧૨.
_________________________________________________________________
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्वसम्बन्धाभावे
तत्कर्तृता कुतः।। ८।।