સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૧
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે. (સવૈયા એકત્રીસા)
जीव अरु पुदगल करम रहैं एक खेत,
जदपि तथापि सत्ता न्यारीन्यारी कही है।
लक्षन स्वरूप गुन परजै प्रकृति भेद,
दुहूंमै अनादिहीकी दुविधा ह्वै रही है।।
एतेपर भिन्नता न भासै जीव करमकी,
जौलौं मिथ्याभाव तौलौं ओंधि बाउ बही है।
ग्यानकै उदोत होत ऐसी सूधी द्रिष्टि भई,
जीव कर्म पिंडकौ अकरतार सही है।। १३।।
શબ્દાર્થઃ– સત્તા = અસ્તિત્વ. દુવિધા = ભેદભાવ. ઓંધિ = ઉલટી. સૂધી
દ્રિષ્ટિ = સાચી શ્રદ્ધા. સહી = ખરેખર.
અર્થઃ– જો કે જીવ અને પૌદ્ગલિક કર્મ એકક્ષેત્રાવગાહ સ્થિત છે તોપણ
બન્નેની સત્તા જુદી જુદી છે. તેમના લક્ષણ, સ્વરૂપ, ગુણ, પર્યાય, સ્વભાવમાં
અનાદિનો જ ભેદ છે. આટલું હોવા છતાં પણ જ્યાં સુધી મિથ્યાભાવનો ઉલટો
વિચાર ચાલે છે ત્યાં સુધી જીવ-પુદ્ગલની ભિન્નતા ભાસતી નથી, તેથી અજ્ઞાની
જીવ પોતાને કર્મનો કર્તા માને છે, પણ જ્ઞાનનો ઉદય થતાં જ એવું સત્ય શ્રદ્ધાન થયું
કે ખરેખર જીવ કર્મનો કર્તા નથી.
વિશેષઃ– જીવનું લક્ષણ ઉપયોગ છે, પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ
છે. જીવ અમૂર્તિક છે, પુદ્ગલ મૂર્તિક છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન, સુખ આદિ છે,
પુદ્ગલના ગુણ, સ્પર્શ, રસ, ગંધ વર્ણ આદિ છે. જીવની પર્યાયો નર-નારક આદિ છે,
પુદ્ગલની પર્યાયો ઇંટ, પત્થર, પૃથ્વી આદિ છે. જીવ અબંધ અને અખંડ દ્રવ્ય છે,
પુદ્ગલમાં સ્નિગ્ધ-રુક્ષપણું છે. તેથી તેના પરમાણુ મળે છે અને છૂટા પડે છે. ભાવ
એ છે કે બન્નેના દ્રવ્ય,
_________________________________________________________________
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः।
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। ९।।