સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૭
અજ્ઞાનીઓને સત્યમાર્ગનો ઉપદેશ (દોહરા)
इहिविधि जो विपरीत पख, गहै सद्दहै कोइ।
सो नर राग विरोधसौं, कबहूं भिन्न न होइ।। ६४।।
सुगुरु कहैजगमैं रहै, पुग्गल संग सदीव।
सहज सुद्ध परिनमनिकौ, औसर लहै न जीव।। ६५।।
तातैं चिदभावनि विषै, समरथ चेतन राउ।
राग विरोध मिथ्यातमैं, समकितमैंसिव भाउ।। ६६।।
શબ્દાર્થઃ– વિપરીત પખ = ઉલટી હઠ. પરિણામ = ભાવ. ઔસર = તક.
ચિદ્ભાવનિ વિષૈ = ચૈતન્યભાવોમાં. અશુદ્ધદશામાં રાગ-દ્વેષ જ્ઞાનાવરણીય આદિ
અને શુદ્ધ દશામાં પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ આદિ. સમરથ (સમર્થ) = બળવાન. ચેતન
રાઉ = ચૈતન્ય રાજા. સિવ ભાઉ = મોક્ષના ભાવ-પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ
આનંદ, સમ્યક્ત્વ, સિદ્ધત્વ આદિ.
અર્થઃ– શ્રી ગુરુ કહે છે કે જે કોઈ આ રીતે ઉલટી હઠ પકડીને શ્રદ્ધાન કરે છે
તેઓ કદી પણ રાગ-દ્વેષ-મોહથી છૂટી શકતા નથી. ૬૪. અને જો જગતમાં જીવોને
પુદ્ગલ સાથે હંમેશાં જ સંબંધ રહે, તો તેને શુદ્ધ ભાવોની પ્રાપ્તિનો કોઈ પણ
અવસર નથી-અર્થાત્ તે શુદ્ધ થઈ જ નથી શકતો. ૬પ. તેથી ચૈતન્યભાવ
ઉપજાવવામાં ચૈતન્યરાજા જ સમર્થ છે, મિથ્યાત્વની દશામાં રાગ-દ્વેષભાવ ઉપજે છે
અને સમ્યક્ત્વદશામાં શિવભાવ અર્થાત્ જ્ઞાન, દર્શન, સુખ આદિ ઊપજે છે. ૬૬.
જ્ઞાનનું માહાત્મ્ય (દોહરા)
ज्यौं दीपक रजनी समै, चहुं दिसि करै उदोत।
प्रगटै घटपटरूपमैं, घटपटरूप न होत।। ६७।।
_________________________________________________________________
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते।
उत्तरन्ति न हि मोहवाहिनींशुद्धबोधविधुरान्धबुद्धयः।। २८।।
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव।
तद्वस्तुस्थितिबोधबन्धधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २९।।