૨૭૮ સમયસાર નાટક
त्यौं सुग्यानजानै सकल, ज्ञेय वस्तुकौ मर्म।
ज्ञेयाकृति परिनवै पै, तजैन आतम–धर्म।। ६८।।
ग्यानधर्म अविचल सदा, गहै विकार न कोइ।
राग विरोध विमोहमय, कबहूं भूलि न होइ।। ६९।।
ऐसी महिमाग्यानकी, निहचै है घट मांहि।
मूरखमिथ्याद्रिष्टिसौं, सहज विलोकै नांहि।। ७०।।
અર્થઃ– જેવી રીતે રાત્રે દીપક ચારે તરફ પ્રકાશ પહોંચાડે છે અને ઘટ, પટ
પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ ઘટ-પટરૂપ થઈ જતો નથી. ૬૭. તેવી જ રીતે જ્ઞાન
સર્વ જ્ઞેય પદાર્થોને જાણે છે અને જ્ઞેયાકાર પરિણમન કરે છે તોપણ પોતાના
નિજસ્વભાવને છોડતું નથી. ૬૮. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ સદા અચળ રહે છે,
તેમાં કદી કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી અને ન તે કદી ભૂલથી પણ રાગ-
દ્વેષ-મોહરૂપ થાય છે. ૬૯. નિશ્ચયનયથી આત્મામાં જ્ઞાનનો એવો મહિમા છે, પરંતુ
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ આત્મસ્વરૂપ તરફ દેખતા પણ નથી. ૭૦.
અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં જ લીન રહે છે (દોહરા)
पर सुभावमैं मगन ह्वै, ठानै राग विरोध।
धरै परिग्रह धारना, करै न आतम सोध।। ७१।।
શબ્દાર્થઃ– પર સુભાવ = આત્મસ્વભાવ વિનાના સર્વ અચેતન ભાવ. ઠાનૈ
= કરે. રાગ વિરોધ = રાગ દ્વેષ. સોધ = ખોજ.
અર્થઃ– અજ્ઞાની જીવ પરદ્રવ્યોમાં મસ્ત રહે છે, રાગ-દ્વેષ કરે છે અને
પરિગ્રહની ઇચ્છા કરે છે પરંતુ આત્મસ્વભાવની ખોજ કરતા નથી. ૭૧.
અજ્ઞાનીને કુમતિ અને જ્ઞાનીને સુમતિ ઊપજે છે (ચોપાઈ)
मूरखकै घट दुरमति भासी।
पंडित हियें सुमति परगासी।।