૩૦૬ સમયસાર નાટક
છે, અચળ છે, અખંડિત છે, જ્ઞાનનો પિંડ છે, સુખ આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છે,
વીતરાગ છે, ઇન્દ્રિયોથી અગોચર છે, જ્ઞાનગોચર છે, જન્મ-મરણ અથવા ક્ષુધા-તૃષા
આદિની બાધાથી રહિત નિરાબાધ છે. આવા આત્મ-તત્ત્વનો અનુભવ કરો. ૧૨૭.
૧૨૮.
(દોહરા)
सर्व विसुद्धि द्वार यह, कह्यौ प्रगट सिवपंथ।
कुंदकुंद मुनिराज कृत, पूरन भयौ गरंथ।। १२९।।
અર્થઃ– સાક્ષાત્ મોક્ષનો માર્ગ (એવો) આ સર્વવિશુદ્ધિ અધિકાર કહ્યો અને
સ્વામી કુંદકુંદમુનિ રચિત શાસ્ત્ર સમાપ્ત થયું. ૧૨૯.
ગ્રંથકર્તાનું નામ અને ગ્રંથનો મહિમા (ચોપાઈ)
कुंदकुंद मुनिराज प्रवीना।
तिन्ह यह ग्रंथ इहांलौं कीना।।
गाथा बद्ध सुप्राकृत वानी।
गुरुपरंपरा रीति बखानी।। १३०।।
भयौ गिरंथजगत विख्याता।
सुनत महा सुख पावहि ग्याता।।
जे नव रस जगमांहि बखानै।
ते सब समयसार रस सानै१।। १३९।।
અર્થઃ– આધ્યાત્મિક વિદ્યામાં કુશળ સ્વામી કુન્દકુન્દ મુનિએ આ ગ્રંથ અહીં
સુધી રચ્યો છે, અને તે ગુરુ-પરંપરાના કથન અનુસાર પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ
કથન કર્યું છે. ૧૩૦. આ ગ્રંથ જગત્પ્રસિદ્ધ છે, એને સાંભળી જ્ઞાનીઓ પરમાનંદ
પ્રાપ્ત કરે છે. લોકોમાં જે નવરસ પ્રસિદ્ધ છે તે બધા આ સમયસારના રસમાં
સમાયેલા છે. ૧૩૧
_________________________________________________________________
૧. ‘માનૈ’ એવો પણ પાઠ છે.