સ્યાદ્વાદ દ્વાર ૩૧૩
અર્થઃ– સ્વામી કુન્દકુન્દાચાર્યે નાટક ગ્રંથમાં જીવ-અજીવ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું
છે, હવે હું સ્યાદ્વાદ, નય અને સાધ્ય-સાધક અધિકાર કહું છું. ૩. સાધ્ય-સ્વરૂપ
મોક્ષપદ અને સાધક-સ્વરૂપ મોક્ષમાર્ગનું કથન કરું છું, જેવી રીતે ઘી-રૂપ પદાર્થની
પ્રાપ્તિ માટે દહીં વલોવવું તે કારણ છે. ૪.
ભાવાર્થઃ– જેવી રીતે દધિમંથનરૂપ કારણ મળવાથી ઘૃત પદાર્થની પ્રાપ્તિરૂપ
કાર્ય સિદ્ધ થાય છે, તેવી જ રીતે મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાથી મોક્ષપદાર્થની પ્રાપ્તિ
થાય છે. મોક્ષમાર્ગ કારણ છે અને મોક્ષપદાર્થ કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ
થતી નથી, તેથી કારણસ્વરૂપ મોક્ષમાર્ગ અને કાર્યસ્વરૂપ મોક્ષ બન્નેનું વર્ણન કરવામાં
આવે છે.
(ચોપાઈ)
अमृतचंद्र बोले मृदुवानी।
स्यादवादकीसुनौ कहानी।।
कोऊ कहै जीव जग मांही।
कोऊ कहै जीव है नांही।। ५।।
(દોહરા)
एकरूप कोऊ कहै, कोऊ अगनित अंग।
छिनभंगुरकोऊकहै, कोऊ कहै अभंग।। ६।।
नै अनंत इहबिधि, कही मिलै न काहू कोइ।
जो सब नै साधन करै, स्यादवाद है सोई।। ७।।
શબ્દાર્થઃ– કહાની = કથન. અગનિત અંગ = અનેક રૂપ. છિનભંગુર =
અનિત્ય. અભંગ = નિત્ય.
અર્થઃ– અમૃતચંદ્ર સ્વામીએ મૃદુ વચનોમાં કહ્યું કે સ્યાદ્વાદનું કથન સાંભળો;
કોઈ કહે છે કે સંસારમાં જીવ છે, કોઈ કહે છે કે જીવ નથી. પ. કોઈ જીવને એકરૂપ
અને કોઈ અનેકરૂપ કહે છે, કોઈ જીવને અનિત્ય અને કોઈ નિત્ય કહે છે. ૬. આ
રીતે અનેક નય છે, કોઈ કોઈમાં મળતા નથી, પરસ્પર વિરુદ્ધ છે અને જે સર્વ
નયોને સાધે છે તે સ્યાદ્વાદ છે. ૭.