સ્યાદ્વાદ દ્વાર ૩૧પ
શબ્દાર્થઃ– અવિનશ્વર = નિત્ય. નશ્વર = અનિત્ય. નિજાધીન = પોતાને
આધીન. પરાધીન = બીજાને આધીન. નાંહી =નષ્ટ થનાર.
અર્થઃ– શિષ્ય પૂછે છે કે હે સ્વામી! જગતમાં જીવ સ્વાધીન છે કે પરાધીન?
જીવ એક છે અથવા અનેક? જીવ સદાકાળ છે અથવા કોઈવાર જગતમાં નથી
રહેતો? જીવ અવિનાશી છે અથવા નાશવાન છે? શ્રીગુરુ કહે છે કે દ્રવ્યદ્રષ્ટિથી
જુઓ તો જીવ સદાકાળ છે, સ્વાધીન છે, એક છે અને અવિનાશી છે. પર્યાયદ્રષ્ટિએ
પરાધીન, ક્ષણભંગુર, અનેકરૂપ અને નાશવાન છે, તેથી જ્યાં જે અપેક્ષાએ કહેવામાં
આવ્યું હોય તેને પ્રમાણ કરવું જોઈએ.
વિશેષઃ– જ્યારે જીવની કર્મરહિત શુદ્ધ અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવામાં આવે છે,
ત્યારે તે સ્વાધીન છે, જ્યારે તેની કર્માધીન દશા ઉપર ધ્યાન આપવામાં આવે છે,
ત્યારે તે પરાધીન છે. લક્ષણની દ્રષ્ટિએ સર્વ જીવદ્રવ્ય એક છે, સંખ્યાની દ્રષ્ટિએ
અનેક છે. જીવ હતો, જીવ છે, જીવ રહેશે, એ દ્રષ્ટિએ જીવ સદાકાળ છે, જીવ એક
ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તેથી એક ગતિમાં સદાકાળ નથી. જીવ પદાર્થ કદી
નષ્ટ થઈ જતો નથી, તેથી તે અવિનાશી છે, ક્ષણે-ક્ષણે પરિણમન કરે છે તેથી તે
અનિત્ય છે. ૯.
પદાર્થ સ્વ–ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વરૂપ અને પર–ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે.
(સવૈયા એકત્રીસા)
दर्व खेत काल भाव च्यारौं भेद वस्तुहीमैं,
अपने चतुष्क वस्तुअस्तिरूप मानियै।
परके चतुष्क वस्तु नासति नियत अंग,
ताकौ भेद दर्व–परजाइ मध्य जानियै।।
दरब तौ वस्तु खेत सत्ताभूमि काल चाल,
स्वभाव सहज मूल सकति बखानियै।
याही भांति पर विकलप बुद्धि कलपना,
विवहारद्रिष्टि अंस भेद परवांनियै।। १०।।