Niyamsar (Gujarati). Shlok: 54.

< Previous Page   Next Page >


Page 76 of 380
PDF/HTML Page 105 of 409

 

background image
વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે, પરદ્રવ્યથી જે પરાઙ્મુખ છે, પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ
બુદ્ધિ છે
એવા આત્માને ‘આત્મા’ ખરેખર ઉપાદેય છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને
અગોચર હોવાથી જે (કારણપરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત
વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ-
પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે
એવો કારણપરમાત્મા તે ખરેખર ‘આત્મા’ છે.
અતિ-આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.
[હવે ૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી
દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો
અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે ક્લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ
આત્મા) જયવંત વર્તે છે. ૫૪.
शिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिन-
योगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो ह्यात्मा
औदयिकादिचतुर्णां भावान्तराणामगोचरत्वाद्
द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्ध-
सहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा
अत्यासन्नभव्यजीवानामेवंभूतं
निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति
(मालिनी)
जयति समयसारः सर्वतत्त्वैकसारः
सकलविलयदूरः प्रास्तदुर्वारमारः
दुरिततरुकुठारः शुद्धबोधावतारः
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः
।।५४।।
૧. શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન.
૨. ભાવાંતરો = અન્ય ભાવો. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક
એ ચાર ભાવો
પરમપારિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિકભાવ જેનો
સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
૭૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-