Niyamsar (Gujarati). Gatha: 39.

< Previous Page   Next Page >


Page 77 of 380
PDF/HTML Page 106 of 409

 

background image
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં,
જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
અન્વયાર્થઃ[जीवस्य] જીવને [खलु] ખરેખર [न स्वभावस्थानानि] સ્વભાવસ્થાનો
(વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [न मानापमानभावस्थानानि वा] માનાપમાનભાવનાં
સ્થાનો નથી, [न हर्षभावस्थानानि] હર્ષભાવનાં સ્થાનો નથી [वा] કે [न अहर्षस्थानानि]
અહર્ષનાં સ્થાનો નથી.
ટીકાઃઆ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.
ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ-
સ્વભાવસ્થાનો (વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે
અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં
સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી,
શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસારસુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો
નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી,
અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
[હવે ૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा
णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।।9।।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा
न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।।9।।
निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि
प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि न खलु
शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि
न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि
चेति
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૭૭