ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ
અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે;
તેનાં સ્થાનો (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને) નથી. અશુદ્ધ અંતઃતત્ત્વના (-અશુદ્ધ આત્માના)
અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન
નિજ પરમાત્મતત્ત્વને) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની
શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ
પરમાત્મતત્ત્વને વિષે) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ
(નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે) નથી.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જગત મોહરહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક્
સ્વભાવને જ અનુભવો કે જેમાં આ બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉપર
તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.’’
વળી (૪૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છે)ઃ
कर्मस्थितिबंधस्थानानि । ज्ञानावरणाद्यष्टविधकर्मणां तत्तद्योग्यपुद्गलद्रव्यस्वाकारः प्रकृतिबन्धः,
तस्य स्थानानि न भवन्ति । अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोः परस्परप्रदेशानुप्रवेशः प्रदेशबन्धः,
अस्य बंधस्य स्थानानि वा न भवन्ति । शुभाशुभकर्मणां निर्जरासमये सुखदुःखफल-
प्रदानशक्ति युक्तो ह्यनुभागबन्धः, अस्य स्थानानां वा न चावकाशः । न च द्रव्यभावकर्मोदय-
स्थानानामप्यवकाशोऽस्ति इति ।
तथा चोक्तं श्रीअमृतचन्द्रसूरिभिः —
(मालिनी)
‘‘न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् ।
अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।’’
तथा हि —
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૭૯