Niyamsar (Gujarati). Shlok: 56-57 Gatha: 41.

< Previous Page   Next Page >


Page 80 of 380
PDF/HTML Page 109 of 409

 

background image
[શ્લોકાર્થઃ] જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને જે
વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી) એવા આ જ પદને
હું અનુભવું છું. ૫૬.
[શ્લોકાર્થઃ] (અશુભ તેમ જ શુભ) સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં,
નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજચૈતન્યમય આત્મતત્ત્વને
ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છે
એમાં શો સંશય છે? ૫૭.
સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં;
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.
અન્વયાર્થઃ[न क्षायिकभावस्थानानि] જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, [न
क्षयोपशमस्वभावस्थानानि वा] ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, [औदयिकभावस्थानानि]
ઔદયિકભાવનાં સ્થાનો નથી [वा] કે [न उपशमस्वभावस्थानानि] ઉપશમસ્વભાવનાં સ્થાનો
નથી.
(अनुष्टुभ्)
नित्यशुद्धचिदानन्दसंपदामाकरं परम्
विपदामिदमेवोच्चैरपदं चेतये पदम् ।।५६।।
(वसन्ततिलका)
यः सर्वकर्मविषभूरुहसंभवानि
मुक्त्वा फलानि निजरूपविलक्षणानि
भुंक्ते ऽधुना सहजचिन्मयमात्मतत्त्वं
प्राप्नोति मुक्ति मचिरादिति संशयः कः
।।५७।।
णो खइयभावठाणा णो खयउवसमसहावठाणा वा
ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा ।।४१।।
न क्षायिकभावस्थानानि न क्षयोपशमस्वभावस्थानानि वा
औदयिकभावस्थानानि नोपशमस्वभावस्थानानि वा ।।४१।।
૮૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-