Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 380
PDF/HTML Page 110 of 409

 

background image
ટીકાઃચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન
છે.
*કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય
તે ક્ષાયોપશમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે. કર્મોના ઉપશમે
જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ
હોય તે પારિણામિકભાવ છે.
આ પાંચ ભાવોમાં, ઔપશમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે,
ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે, ઔદયિકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના
ત્રણ ભેદ છે.
હવે, ઔપશમિકભાવના બે ભેદ આ પ્રમાણે છેઃ ઉપશમસમ્યક્ત્વ અને
ઉપશમચારિત્ર.
ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છેઃ ક્ષાયિકસમ્યક્ત્વ, યથાખ્યાતચારિત્ર,
કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને
વીર્ય.
ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિભંગજ્ઞાન
चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत
कर्मणां क्षये भवः क्षायिकभावः कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः
कर्मणामुदये भवः औदयिकभावः कर्मणामुपशमे भवः औपशमिक भावः सकल-
कर्मोपाधिविनिर्मुक्त : परिणामे भवः पारिणामिकभावः एषु पंचसु तावदौपशमिकभावो
द्विविधः, क्षायिकभावश्च नवविधः, क्षायोपशमिकभावोऽष्टादशभेदः, औदयिकभाव एक-
विंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः
अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशम-
चारित्रम् च क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं, यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं च,
अन्तरायकर्मक्षयसमुपजनितदानलाभभोगोपभोगवीर्याणि चेति क्षायोपशमिकभावस्य
मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि चत्वारि, कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि त्रीणि,
*કર્મોના ક્ષયે = કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્ભાવમાં. [વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના
જે ભાવમાં આવે તે ક્ષાયિકભાવ છે.]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૮૧
૧૧