[શ્લોકાર્થઃ] ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો
તે ખરેખર અમારા નથી’આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને
પામે છે. ૭૪.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે;
સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. ૫૧.
ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે;
આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યગ્જ્ઞાન છે. ૫૨.
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. ૫૩.
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે;
તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
(शालिनी)
न ह्यस्माकं शुद्धजीवास्तिकाया-
दन्ये सर्वे पुद्गलद्रव्यभावाः ।
इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी
सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम् ।।७४।।
विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं ।
संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ।।५१।।
चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं ।
अधिगमभावो णाणं हेयोवादेयतच्चाणं ।।५२।।
सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा ।
अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ।।५३।।
सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं ।
ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ।।५४।।
૧૦૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-