Niyamsar (Gujarati). Shlok: 90 Gatha: 66.

< Previous Page   Next Page >


Page 128 of 380
PDF/HTML Page 157 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(द्रुतविलंबित)
समितिसंहतितः फलमुत्तमं
सपदि याति मुनिः परमार्थतः
न च मनोवचसामपि गोचरं
किमपि केवलसौख्यसुधामयम्
।।9।।
कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं
परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।।६६।।
कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावनाम्
परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ।।६६।।

व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् मोहो

[શ્લોકાર્થઃ] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. ૯૦.

કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.

અન્વયાર્થઃ[कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्] કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના [परिहारः] પરિહારને [व्यवहारनयेन] વ્યવહારનયથી [मनोगुप्तिः] મનોગુપ્તિ [परिकथिता] કહેલ છે.

ટીકાઃઆ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.

ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા

૧૨૮ ]

*મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત
કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન,
વચન કે કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ
સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.