दर्शनचारित्रभेदाद् द्विधा । संज्ञा आहारभयमैथुनपरिग्रहाणां भेदाच्चतुर्धा । रागः प्रशस्ताप्रशस्तभेदेन द्विविधः । असह्यजनेषु वापि चासह्यपदार्थसार्थेषु वा वैरस्य परिणामो द्वेषः । इत्याद्यशुभपरिणामप्रत्ययानां परिहार एव व्यवहारनयाभिप्रायेण मनोगुप्तिरिति ।
चिंतासनाथमनसो विजितेन्द्रियस्य ।
श्रीमज्जिनेन्द्रचरणस्मरणान्वितस्य ।।9१।।
છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે. — ઇત્યાદિ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે. [હવે ૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત્ જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અભ્યંતર સંગ રહિત છે અને જે શ્રીજિનેંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ૯૧.
*અશુભપરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત્ અશુભપરિણામરૂપ ભાવપાપાસ્રવોનો ત્યાગ
*પ્રત્યયો = આસ્રવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન – રક્ષણ કરવું તે ગુપ્તિ છે. ભાવપાપાસ્રવો તેમ જ ભાવપુણ્યાસ્રવો સંસારનાં કારણો છે.)