इह वाग्गुप्तिस्वरूपमुक्त म् ।
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या श्रोतव्या च सैव स्त्रीकथा । राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः । चौराणां चौरप्रयोगकथनं चौरकथाविधानम् । अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा भक्त कथा । आसामपि कथानां परिहारो वाग्गुप्तिः । अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः । अन्येषां अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्तिः इति ।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः —
અન્વયાર્થઃ — [पापहेतोः] પાપનાં હેતુભૂત એવાં [स्त्रीराजचौरभक्त कथादिवचनस्य] સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [परिहारः] પરિહાર [वा] અથવા [अलीकादिनिवृत्तिवचनं] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [वाग्गुप्तिः] તે વચન- ગુપ્તિ છે.
ટીકાઃ — અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના ( – સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે. — આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧૩૦ ]